પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ માર્ગદર્શન અને સુચના હેઠળ એલસીબી શાખા ના પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજાને ગોધરાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જે સૂચનાઓ ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે પી જાડેજા એ ખાનગી બાતમીદારો રોકી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીદારની ચોક્કસ બાતમીને આધારે ગોધરા તાલુકા પો.સ્ટે. ગુ.ર.નાં.૧૧૨૦૭૦૨૪૨૧૦૭૫૯/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબના ગુના માં નાસતો ફરતો આરોપી સંજયભાઇ અશ્વિનભાઇ ચૌહાણ રહે.મહેલોલની મવુાડી તા.ગોધરા જી.પંચમહાલ નાનો હાલમાં ડૉકટરના મુવાડા ફાટક પાસે ઉભલે છે તેવી મળેલ બાતમી મળી હતી જેથી એલસીબી શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર આઈ.એ.સસોદીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ડૉક્ટરટરના મુવાડા ફાટક પાસે તપાસ કરતા બાતમી આધારે સંજયભાઇ અશ્વિનભાઈ ચૌહાણ રહે.મહેલોલની મુવાડી તા.ગોધરા જી.પંચમહાલ નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી