લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ શૈલેષ શેઠના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ઝેડ સી આર.સી તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સત્તાવાર મુલાકાતનો કાર્યક્રમ વિદાય લેતા વર્ષને છેલ્લા દિવસે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલબે કરેલ સેવાકીય પ્રવૃતિઓની માહિતી મંત્રી કેતકી સોનીએ આપી હતી.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંત દેસાઈ મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન જેપી ત્રીવેદી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રભુદયાલ વર્મા રિઝવાન મુલતાની હેમંત વર્માએ ક્લબ દ્વારા થઈ રહેલી સામાજિક પ્રવૃતિઓ ની સરાહના કરી હતી સંસ્થામાં જોડાતા નવીન સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રભુ દયાલ વર્માની જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ગોધરા તથા અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા તારીખ 2 જાન્યુઆરી રવિવાર સવારના દસથી એક દરમિયાન શારદા મંદિર સ્કૂલ ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં દરેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવશે તેનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી
લાયન્સ ક્લબ ગોધરાની મિટિંગમાં ડિસ્ટ્રીક ગર્વનરની સત્તાવાર મુલાકાતનો કાર્યક્રમ યોજાયો.
Advertisement