ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા હાલોલના વીમા એજન્ટને ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મોહજાળમાં ફસાવ્યા બાદ ઈમ્પોર્ટેડ ગીફ્ટ મોકલી છે, અને એરપોર્ટ ઉપર પ્રોસેસિંગ ફી ના નાણાં ભરવાની લાલચોમાં અંદાઝે ₹ ૨૮.૪૫ લાખ ખંખેરનાર બે યુવતીઓ સમેત ચાર ભેજાબાજ ગેંગના સાગરીતોને હરીયાણાના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડીને વધુ એક ઓનલાઈન ગેંગની છેતરપીંડીનો પર્દાફાશ કર્યો છે.
હાલોલ ખાતે પાવાગઢ રોડ ઉપર રહેતા અને વીમા એજન્ટનું કામ કરતા અંદાઝે ૨૮ વર્ષના યુવાન મોહસીનખાન યુસુફખાન પઠાણને એક અજાણી યુવતીએ ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને આ મિત્રતાના સંબંધોમાં ઈન્ટરનેશનલ અલગ અલગ મોબાઈલ નંબરો ઉપરથી શરૂ કરેલ વાતચિતો દરમિયાન આ અજાણ્યા મિત્રએ વિવિધ ઈમ્પોર્ટેડ ચીજ વસ્તુઓની ગિફ્ટ પાર્સલ મારફતે મોકલી રહયા હોવાના આકર્ષક ફોટોગ્રાફ્સ વોટ્સએપના માધ્યમથી મોહસીનખાન પઠાણને મોકલ્યા હતા. ત્યારબાદ આ ગિફ્ટનું પાર્સલ એરપોર્ટ ઉપર આવી ગયું છે પરંતુ પ્રોસેસિંગ ફી ના નાણાં ભરીને આ પાર્સલ છોડાવી લેવાની લાલચો આપીને તબક્કાવાર અલગ અલગ બેંક ખાતાઓમાં અંદાઝે ₹ ૨૮.૪૫ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં ઈમ્પોર્ટેડ ગિફ્ટના નામે પ્રોસેસિંગ ફી ના નામે લાખ્ખો રૂપિયા સેરવી લેવાની આ મોડ્સ ઓપરેન્ડી સામે ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરીયાદમાં પી.આઈ.જે.એન.પરમારે હાથ ધરેલ તપાસોમાં વાયરલેસ પી.એસ.આઈ.આર.એ.સોઠીયાની ટીમે આ ભેજાબાજ ટોળકીએ ઉપયોગમાં લીધેલા મોબાઈલ નંબરો અને બેન્ક ખાતાઓના ટ્રાન્ઝેક્શનોની ઝીણવટ પૂર્વકની તપાસોમાં અભ્યાસ કરતા આ ગેંગ દિલ્હી, ગુડગાંવ(હરીયાણા) વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એન.પરમાર ટીમના સભ્યો સાથે દિલ્હી, હરીયાણા પહોંચ્યા બાદ મોબાઈલ લોકેશન ના સહારે (૧) શીખા રામેમાંગર તમાંગ રહે. (ગુડગાંવ),હરીયાણા, (ર) શબીના મનીકુમાર તમાંગ રહે. (ગુડગાંવ),હરીયાણા, (૩) રજત કુમાર છેત્રી રહે. (ગુડગાંવ),હરીયાણા, અને (૪) રાજુકુમાર પરમાત્મારાય, રહે. (ગુડગાંવ),હરીયાણાને ઝડપી પાડયા હતા જયારે દિલ્હી સ્થિત કીશનગઢ ખાતે રહેતા કરન જનસાઠાકુરીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી