ગોધરાની શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરના NSS, NCC અને સ્પોર્ટસમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુનીલ કુમાર, IAS કેડરના અધીકારી, નશાબંધી અને આબકારી ખાતું ગાંધીનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ભાગ લઈ નશાબંધી સ્પર્ધાને સફળ બનાવી હતી. સ્પર્ધામાં ભાગ લીધેલ વિધ્યાર્થીઓ એ સુંદર વ્યાખ્યાન રજૂ કર્યુ હતું. જેમાં પ્રથમ ક્રમે પટેલ સોનાલી, દ્વિતીય ક્રમે અર્ચના ઠાકોર અને તૃતીય ક્રમે નિતિશ વિનોદ રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ તથા સ્પર્ધામા ભાગ લીધેલા તમામ વિધ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડો. શ્યામ સુંદર શર્મા, મેડીકલ એશોશીયેશન, ગોધરા પણ હાજર રહયા હતા. ડો. સુરેશ ચૌધરી અને હંસાબેન ચૌહાણે પણ વિદ્યાર્થીઓને શુભકામના અપાઈ હતી. સ્પર્ધાના જજ તરીકે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના ડો. મીલનબેન લાકડાવાલા અને લો કોલેજ ગોધરાના ડો.કૃપા જયસ્વાલ ખાસ સેવા આપી હતી. NSS ના સ્વયં સેવકો દેવેન્દ્ર પરમાર અને સંજયભાઈ દ્વારા આયોજનમાં સુંદર કામગીરી હતી. કાર્યકરના અંતે આભાર વિધી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. રુપેશ નાકર આસી. પ્રોફેસર બોટની અને NSS પી.ઓ. તથા હંસાબેન ચૌહાણ, સપોટસ પીટીઆઈ અને NSS પી.ઓ. દ્વારા કરવામાં આવ્યું હતું. ડો.એમ.બી.પટેલ પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ આયોજકોને શુભકામના અપાઈ હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાની શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઇ.
Advertisement