Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો.

Share

રાજ્યભરમાં ગુડ ગર્વનન્સ વીકની ઉજવણી હાથધરી વિવિધ કલ્યાણ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં આજે છઠ્ઠા દિવસે સરદાર નગરખંડ, ગોધરા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં 50 લાભાર્થીઓને રોજગારી પત્રો, 150 લાભાર્થીઓને એપ્રેન્ટિસશીપ કરારપત્રો અને 50 લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રોજગારી સર્જનનાં વિવિધ કાર્યક્રમોની મદદથી ભારતમાં રોજગારીની સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો છે. યુવાનોને લાયકાત અનુસાર નોકરીઓ ઉપરાંત સ્વરોજગારી માટે ધિરાણ, સંસાધનો અને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થતાં યુવાનો જોબ સીકરના બદલે જોબ ગિવર બનવા તરફ વળ્યા છે. પ્રમુખશ્રીએ ઉમેર્યું હતું કે આત્મનિર્ભર અભિયાન હેઠળ દેશમાં ઉત્પાદન એકમો સ્થાપવા અને આયાત પરનું અવલંબન ઘટાડવાનાં પ્રયાસોને પરિણામે રોજગારી વધી છે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.જિલ્લા પંચાયત પ્રમુખ ચીનનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે ચીન સમગ્ર દુનિયા માટે પ્રોડકશનનું આવવાનું છે તે જ રીતે ભારતમાં પણ જ્યારે વિપુલ માત્રામાં શ્રમ સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે રોજબરોજની વપરાશની વસ્તુઓ દેશમાં ઉત્પાદિત કરીને અન્ય દેશો પર અવલંબન ઘટાડી શકાય દેશમાં રોજગારી માટેની પુષ્કળ તકો ઊભી કરી શકાય અને વિદેશી હૂંડિયામણ વધારો કરી શકાય. સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહી છે ત્યારે યુવાનો સાહસ કરીને ઉદ્યોગો સ્થાપવા ની દિશામાં પ્રવૃત્ત થાય તેમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં નોકરીવાંચ્છુ ઉમેદવાર અને નોકરીદાતાઓને એક ઉત્તમ પ્લેટફોર્મ પુરું પાડી જરૂરી કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને લાયકાત અનુસારનું કામ અને નોકરીદાતાઓને જરૂરિયાત અનુસારના કર્મચારીઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સતત પ્રયાસોના પરિણામે જ ગુજરાતમાં બેરોજગારીનો દર સમગ્ર દેશની તુલનાએ સૌથી ઓછો છે. આર્થિક રીતે વધુ વળતરદાયી અને દીર્ઘકાલીન રોજગારીનાં સર્જન માટે કૌશલ્યલક્ષી શિક્ષણ અને કુશળતાનું મહત્વ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રૌઢ શિક્ષણનાં રાત્રી વર્ગોની જેમ સાંજના સમયે કૌશલ્યવર્ધક તાલીમ વર્ગો ચાલે તે ઇચ્છનીય છે. જિલ્લા રોજગાર તાલીમ કચેરી, આઈટીઆઈ ગોધરા અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા પણ તેમણે આપી હતી.

આ અગાઉ કાર્યક્રમમાં સંબોધન કરતા ગોધરાનાં ધારાસભ્યશ્રી સીકે રાઉલજીએ જણાવ્યું હતું પરંપરાગત શિક્ષણની સાથે રોજગાર લક્ષી વિવિધ પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થાય તેવી કુશળતાઓ કેળવવા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. આજના પ્રસંગે રોજગારી મેળવનાર ઉમેદવારોને નિષ્ઠાથી કામ કરવા અને દેશ તથા સમાજને મદદરૂપ થવા તેમણે સલાહ આપી હતી. અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટેની સરકારની ઇ-શ્રમ કાર્ડ યોજનાને આશીર્વાદરૂપ ગણાવતા તેનો મોટાપાયે લાભ લેવા માટે અને અન્યોને લાભ અપાવવા માટે તેમણે અપીલ કરી હતી. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત રોજગાર અધિકારી શ્રી એ એલ ચૌહાણ તેમજ આભારવિધિ આઈટીઆઈ, ગોધરાના આચાર્યશ્રી ટી.એન.ભાવસારે કરી હતી.

Advertisement

આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગર નગરપાલિકા પ્રમુખઓ, તાલુકા પંચાયત પ્રમુખઓ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીના ચેરમેનઓ સહિતના પદાધિકારીઓએ તેમજ ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, નિવાસી અધિક કલેકટર એમડી ચુડાસમા, મદદનીશ શ્રમ આયુક્ત એમ એચ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજકોટ મનપાની અદભુત કામગીરી : ૨૯૧ રખડતા પશુ પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

ProudOfGujarat

ये बॉलीवुड जोड़ी ने कभी शादी नहीं की, लेकिन रहते थे ‘पति पत्नी’ की तरह

ProudOfGujarat

ઘોઘંબાના ગોયાસુંડલ પ્રાથમિક શાળા ખાતે રમેશ પારેખ જન્મજયંતીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!