Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિવમ સોસાયટીમાં થયેલી લુંટનો ભેદ ઉકેલતી ગોધરા એલ.સી.બી.

Share

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ એસ ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ એ ગોધરા શહેર સહિત જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલ્કત સબંધી ગુનાઓ ડિટેકટ કરવા માટે જરૂરી સુચના ગોધરા એલસીબી પી.આઈ કે પી જાડેજાને આપી હતી જે સૂચના અનુસાર પોલીસ કન્ટ્રોલ રૂમ ગોધરાથી વાયરલેસ મેસેજથી માહિતી મળી હતી કે બાબુભાઈ ચૂનાભાઈ ભાભોર નાઓ બેંકમાથી રૂપિયા 50,000 લઈને આવતા હતા ત્યારે કાસુડી રોડ શિવમ સોસાયટીમાં બે અજાણ્યા શખ્સોએ કાળા રંગની બાઇક ઉપર આવી રૂપિયા 50,000 રોકડા અને એક મોબાઇલ ફોન તેમજ બેંક પાસબુક ચેક સહિત કાળા કલરની પાકીટ તફડાવી ફરાર થઈ ગયા હતા. જેથી જિલ્લાની ઓલ ગ્રુપ મોબાઇલથી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ એલસીબી અને એસઓજી પોલીસને તાત્કાલિક આ બનાવ અંગે જાણ કરી નાકાબંધી કરવા માટે સૂચનાઓ અને માહિતી આપી હતી. આથી એલસીબી પીએસઆઈ આઈ એ સિસોદિયા અને એલસીબી સ્ટાફના માણસો વેજલપુર પાસે આવેલ કાનોડ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન 1. સાગરકુમાર નટવરભાઇ જાદવ 2. અજયકુમાર નટવરભાઇ જાદવ બન્ને રહે. વેજલપુર જવાહર નવોદય સ્કૂલની પાછળ વેજલપુરની પાસેથી ટીવીએસ અપાચી મોટરસાયકલ નં. જીજે 17 બી એલ 0583 ની શંકાસ્પદ જણાતા તેની પાસેથી બેંક માથી ઉપાડેલ રોકડા રૂપિયા 50,000 તેમજ બેંક ઓફ ઈન્ડિયાની પાસબુક ચેકબૂક, મોબાઇલ ફોન એક જેની કિંમત 5000 અને આરોપી પાસેથી આધાર કાર્ડ અને નોકિયા તેમજ સેમસંગ કંપનીના મોબાઈલ ફોન સહિત 1,06,530 સાથે બન્ને આરોપીઓને કાનોડ ચોકડી પાસે ઝડપી પાડી ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં એલસીબી શાખાના પી.આઈ કે પી જાડેજા અને એલસીબી પીએસઆઈ આઈ એ સિસોદિયા અને એલસીબી સ્ટાફના માણસો શોધી કાઢ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વલસાડ SOG એ ઓડિશાથી સુરત લઈ જઈ રહેલ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

દહેજમાં ખાનગી કંપનીનો માલ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ

ProudOfGujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરુ પાથરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!