હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને લઇને અને ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે ગુજરાત ફલોરા કંપનીમાં સાત કામદારોના મૃત્યુની ગંભીર ઘટના અને પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં જવાબદાર તંત્ર ન્યાયપૂર્ણ વર્તે જેવા વિવિધ મુદ્દાઓ સાથે ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થતા સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જેને લઇને પરીક્ષાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે અગાઉ પણ ઘણા પેપર લીક થવાના બનાવો બન્યા છે. ત્યારે આજે ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકની ઘટનાને અને ઘોઘંબા તાલુકાના રણજીત નગરમાં ગુજરાત ફલોરા કંપનીમાં સાત કામદારોના મૃત્યુની ગંભીર ઘટના અને પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં જવાબદાર તંત્ર ન્યાયપૂર્ણ વર્તે જેવા વિવિધ મુદ્દાઓ સાથે લઇને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ કાર્યકરમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં પંચમહાલ જિલ્લાના કલેકટરને વિવિધ મુદ્દે ન્યાય મળવામાં માંગ કરવામાં આવેલ હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, તાલુકા શહેર પ્રમુખ જિલ્લા હોદ્દેદારો પૂર્વ ધારાસભ્યો માજી મંત્રી સેલ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશનના આગેવાનો શુભેચ્છકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રજાના પ્રશ્ને આક્રોશ સાથે તંત્રને રજૂઆત થઇ હતી.
પંચમહાલ રાજુ સોલંકી