Proud of Gujarat
FeaturedGujaratINDIA

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ નું ગોધરા APMC ખાતે લાઇવ પ્રસારણ યોજાયુ.

Share

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ માં આદરણીય રાજ્યપાલ, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ, ગુજરાત સરકાર અને ગણમાન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે એગ્રી પ્રિ -વાઇબ્રન્ટ સમિતિનું લાઈવ પ્રસારણ બજાર સમિતિના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના બજાર સમિતિ વિસ્તારમાં આવતા ખેડૂત ભાઈઓ, વેપારીઓએ તેનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ. આ કાર્યક્રમના સમયગાળા દરમિયાનમાં એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, વાઇસ ચેરમેન રમેશભાઇ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ.બી. પરમાર., ગોપાલભાઈ પટેલ, ખુમાનસિંહ ચૌહાણ, અશ્વિનભાઈ પટેલ, ચન્દ્રસિંહ રાઉલજી, ખેડૂત આગેવાનો વેપારી પ્રતિનિધિ ચિરાગભાઈ શાહ હાજર રહ્યા હતા. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ અને સભ્ય ગોપાલભાઈ પટેલને વિશેષ આંમત્રિત પ્રિ વાઇબ્રન્ટ સમિતિમાં પાઠવામાં આવેલ. જેમાં તેઓ પંચમહાલના પ્રતિનિધિ તરીકે આણંદ ખાતે હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

ProudOfGujarat

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપમાં ઝઘડિયાની હાઇસ્કુલનો સતત પાંચમી વખત ઉત્કૃષ્ટ દેખાવ.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!