વિશ્વના કલ્યાણ માટે સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને જગતભરમાંથી કોરોના મહામારી નાબૂદી થાય તે માટે ગોધરાના એસ્ટેટ બ્રોકર જગતભાઈ સોની તથા મહિલા અગ્રણી કાર્યકર દેવિકાબેન સોનીના નિવાસ્થાને વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યાજી મુંબઈ વાળાના સાનિધ્યમાં સંગીત સભર શૈલીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા સ્વજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યાજી નવચંડી યજ્ઞ વિશે માહિતી આપતા જણાવ્યું કે આધુનિક યુગમાં શક્તિપૂજાની જરૂર છે. માં મહાકાળી, મા લક્ષ્મીજી અને માં સરસ્વતીની ઉપાસના મહાકાળી માં શક્તિ મા લક્ષ્મીજી સંપત્તિ અને માં સરસ્વતી જ્ઞાનની દેવી છે. આ ત્રણેયનો સંયોગ અને ઉપાસનાથી નવચંડી યજ્ઞ થાય છે. સો શ્લોકવાળા 10 ભાગમાંથી એક ભાગની આહુતિ અપાય એ નવચંડી યજ્ઞ ગણાય. ગોધરાના નગરજનોનું આરોગ્ય તંદુરસ્ત રહે શહેરમા શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે એવા આશિર્વચન પાઠવ્યા હતા.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
ગોધરા : વિશ્વશાંતિ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞનુ આયોજન કરાયુ.
Advertisement