આજે જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા 11 વીરોનાં માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં એકત્રિત થઈ મૌન રાખી દેશના આ સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓએ દેશના પ્રથમ સીડીએસ સહિતના દિવંગત વીરોનાં પ્રદાનને યાદ કરતા શોક પ્રકટ કર્યો હતો. સીડીએસ જનરલ રાવતનું ચોપર તમિલનાડુનાં કન્નુર ખાતે 8 ડિસેમ્બરના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં CDS બિપીન રાવત અને તેમનાં ધર્મપત્ની સહિત 13 વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ દુખદ ઘટનાના પગલે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement