અત્યારના સમયમાં પણ ભલા માણસો આપણી વચ્ચે જ રહે છે જેઓ ઈમાનદારીથી જીવન જીવે છે. પોતાના મહેનતના જ પૈસાથી જ જીવન ચલાવે છે. આવા જ એક ભાઈ પંચમહાલ જિલ્લાના ગોધરા ગામમાં રહે છે. ગોધરા શહેરના વાલ્મીકી વાસ વિસ્તારમાં રહેતા અને ગોધરા નગરપાલિકામાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા કિરણભાઈ રમણભાઈ સોલંકી આજરોજ સવારે છ કલાકે ગોધરા નગરપાલિકા ઓફિસના મેન રોડ ઉપર સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર એક પૈસા ભરેલ પાકીટ ઉપર પડી હતી અને તે પાકીટ લઈ તેમણે પાસે રાખી સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે એક ભાઈ તેમની મોટર સાયકલ લઈ આવી પોતાનું પૈસા ભરેલ પાકીટ આમ તેમ શોધતા હતા ત્યારે ત્યાં સફાઈ કામ કરી રહેલા સફાઈ કામદાર કિરણભાઈ રમણભાઈ સોલંકી તેમની પાસે જઈ કહ્યું શું થયું સાહેબ ત્યારે પેલા બાઇક ઉપર આવેલા ભાઈ કહ્યું ભાઈ મારા 7000 રૂપિયા ભરેલ પાકીટ અહીંયા કંઈક પડી ગયું છે ત્યારે કિરણભાઈ રમણભાઈ સોલંકી કહ્યું સાહેબ આ પાકીટ મને રોડ ઉપર પડી રહેલ હાલતમાં મળ્યું હતું આમ પોતાની ઈમાનદારી બતાવી પાકીટ પરત કર્યું હતું.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી