ભારત સરકાર દ્વારા 19/11/21 થી 25/11/21 દરમ્યાન કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સપ્તાહ ના ભાગરૂપે કોમી સદભાવના અને રાષ્ટ્રીય એકતાના વિકાસ માટે વિવિધ કોમો વચ્ચેના સંબધ મજબુત બનાવવા તથા કોમી તોફાનોના કારણે અસર પામેલા કુટુંબોના નિરાધાર બાળકોની સાર સંભાળમાં મદદરૂપ થવા તેમજ તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળી રહે તે હેતુથી તથા તેઓના કુટુંબોના પુનર્વસનના ઉદ્દેશ્યથી આજ રોજ 30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરા દ્વારા રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવના પ્રતિષ્ઠાન માટે ફાળો એકત્રિત કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં 30 ગુજરાત બટાલિયન એનસીસી કેડેટ દ્વારા એનસીસી ઓફિસ ખાતેથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચી. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ અને જિલ્લા ડીવાયએસપી હિમાલા જોષીની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદભાવના પ્રતિષ્ઠાન માટે ફાળો એકત્રિત કરી ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં 30 ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કિરીટ કે નાયર, એસ.એમ સૂબેદાર, મેજર લક્ષ્મણસિંહ, અંડર કમાન્ડિંગ ઓફિસર એસ બી સસલાતી, સહિત એનસીસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
રાષ્ટ્રિય એકતા સપ્તાહના ભાગરૂપે નિરાધાર પરિવારોના બાળકો માટે NCC બટાલીયન દ્વારા ફાળો ઉઘરાવાયો.
Advertisement