30 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા તારીખ. 19 થી 25 મી નવેમ્બર સુધી એક પખવાડિયાના એનસીસી ડે ના ભાગરૂપે અને ડી.જી એનસીસી ના માર્ગદર્શન હેઠળ આવેલ રેડક્રોસ સોસાયટીમાં એનસીસી ના 43 કેડેટ સહિત ઓફીસર, જીસીઓએસ, એનસીઓએસ, સિવિલ સ્ટાફ દ્વારા 30 યુનિટ બોટલ રક્તદાન કરવામા આવ્યુ હતુ.
દેશના યુવાનોને એકત્રિત કરી તેમની શક્તિને સાચી દિશામાં વાળવા માટે એનસીસીની સ્થાપના ૧૯૪૮ માં કરાઈ હતી. જેનો નવેમ્બરમાં 73 માં વર્ષમાં પ્રવેશ થતા ગોધરા એનસીસી ગ્રુપના 30 ગુજરાત બટાલિયન દ્વારા તારીખ. 19 થી 25 મી નવેમ્બર સુધી એક પખવાડિયાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા તારીખ. 19 થી 25 મી નવેમ્બર સુધી એક પખવાડિયાના એનસીસી ડે ના ભાગરૂપે અને ડી.જી એનસીસી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત એનસીસી ડાયરેક્ટરના ગાઈડલાઈન પ્રમાણે ગોધરા ખાતે આવેલ રેડક્રોસ સોસાયટીમાં એનસીસી ના 43 કેડેટ સહિત ઓફીસર, જીસીઓએસ, એનસીઓએસ, સિવિલ સ્ટાફ મળી કુલ 30 યુનિટ બોટલ રક્તદાન કરવામા આવ્યુ હતુ.
ગોધરાના શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં માઇક્રો બાયોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાજલબેન દિલીપભાઈ ચારણને કહ્યું હતું કે રક્તદાન એ મહાદાન હોય છે જેના ભાગરૂપે 30 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન કરવાથી કેટલાક લોકો ડરતા હોય છે અને કશું થઈ જશે તેવો ડર રાખતા હોય છે પરંતુ તેવું કશું હોતું નથી રક્તદાન કરવાથી આપણું હાર્ટમાં સુધાર થાય છે. કહેવાય છે કે આપણાં લોહીમાં આયર્નની કમી ના કારણે અમુક રોગો થવાનો ભય રહે છે પરંતુ આપને નિયમિત રીતે રક્તદાન કરીએ તો આયર્નની કમીને નિયંત્રિત કરી શકાય છે. આ રક્તદાન કેમ્પમાં 30 ગુજરાત બટાલિયન એનસીસી ના કર્નલ કિરીટ કે નાયર, એસ.એમ સૂબેદાર મેજર લક્ષ્મણસિંહ, અંડર કમાન્ડિંગ ઓફિસર એસ બી સસલાતી, સહિત એનસીસી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી