ગોધરા તાલુકાના ભલાનિયા ગામમાં સેવા સેતુ” ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. જેમાં ૫૬ જેટલી સેવાઓ સાથે સાતમી શૃંખલાના સેવાસેતુ કાર્યક્રમ દ્વારા રાજ્યના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત મહત્વના દસ્તાવેજો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે નવતર અભિગમ હાથ ધર્યો છે. ગરીબ અને વંચિત દિકરા-દિકરીઓના આરોગ્ય, શિક્ષણથી લઇ તમામ બાબતોની ચિંતા સરકાર કરે છે ત્યારે આ સેવા સેતુ દ્વારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ વેળાએ ગોધરા તાલુકની વિવિધ કચેરીઓના અધિકારી, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી