શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા આંતર કોલેજ ટેકવાન્ડો, બોક્સિંગ અને જુડો સ્પર્ધાનું આયોજન હાલોલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ભાઇઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શેઠ પી. ટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના B.A sem-3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સૂર્યવંશી મયૂરએ ટેકવાન્ડો સ્પર્ધાના 68 કિગ્રા વજન ગ્રુપમાં પ્રથમ તથા બોક્સિંગ બહેનોની સ્પર્ધામાં B.A sem-5 ની વિદ્યાર્થીની પગી કાજલબેન એસ. એ બોક્સિંગ સ્પર્ધાના 57 કીગ્રા વજન ગ્રુપમાં પ્રથમ તથા B.A sem-3 ના વિદ્યાર્થી ચારણ યુવરાજ ટી.બોક્સિંગ ભાઈઓની સ્પર્ધાના 81 કીગ્રા વજન ગ્રુપમાં પ્રથમ આવીને શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું હતું.
આ તમામ સ્પર્ધકો ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી ઓલ ઈન્ડીયા ઇન્ટર યુનિવર્સિટી ટેકવાન્ડો અને બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેના માટે કોલેજના પ્રિન્સીપાલ ડો.એમ.બી. પટેલ તથા કોલેજના સ્પોર્ટસ ડાયરેક્ટ હંસાબેન ચૌહાણ તથા સમગ્ર કોલેજ સ્ટાફ ખૂબ ગૌરવની લાગણી અનુભવીને અભિનંદન પાઠવે છે.
પંચમહાલ રાજુ સોલંકી