Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : GIDC નમો રેસીડેન્સી ખાતે MLA સી. કે. રાઉલજી નવરાત્રીની આરતીમાં ઉપસ્થિત રહ્યા.

Share

ગોધરાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી નમો રેસીડેન્સીના “માં આદ્યશક્તિ યુવક મંડળ” ની વિનંતીને માન આપી ગોધરા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સી. કે રાઉલજી સાહેબ જગદંબા માતાજીની સંધ્યા આરતીમાં ઉપસ્થિત રહ્યા. જેમાં તેઓએ માતાજીની આરતી ઉતારી મુકત મને સંવાદ કર્યો. સોસાયટીના તમામ પ્રશ્નોને સાંભળી હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ, ગોધરા દ્વારા ગોધરાના જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલી નમો રેસીડેન્સી સોસાયટીમાં આયોજિત ગરબા ઉત્સવની મુલાકાત લેવામાં આવી.જે અંતર્ગત સામાજિક સમરસતા, સંગઠનની શક્તિ, સ્ત્રી સશક્તિકરણ તથા તહેવારોનું મહત્વ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, ગોધરાના DYSP સી.સી.ખટાણા દ્વારા ગરબા ઉત્સવની મુલાકાત લેવામાં આવી. સુરક્ષા સેતુ અંતર્ગત સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરવામાં આવી.આ ઉપરાંત, સોસાયટીને પડતી તમામ સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી.

પંચમહાલ ગોધરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વેગેનાર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી જાણો કયાં ?

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

બેટી કો ચૂંટણી લડના હૈ મગર ક્યા જૂથ વાડ કા ડર લગતા હૈ..? કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલે કાર્યકરોને કહ્યું મારી આંગળી પકડી મને આગળ લઈ જાઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!