ગોધરા શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિઠ્ઠલ ચારમોલે, જીલ્લા યુવા અઘિકારી, નહેરુ યુવા કેન્દ્ર પંચમહાલે વિદ્યાર્થીઓને સ્વચ્છતાના સપથ લેવડાવ્યા હતા.
ડો. અપૂર્વ પાઠક ખાસ વિદ્યાર્થીઓને NSS અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. હંસાબેન ચૌહાણ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા NSS ની વિદ્યાર્થીનીઓ દ્વારા કૂમ કુમ તિલકથી સ્વાગત કરાયુ હતુ.
વિદ્યાર્થીઓએ લો કોલેજ ગોધરાના NSS પી.ઓ ડો. સતીષ નાગર તેમજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના NSS પી.ઓ ડો.રૂપેશ નાકર અને હંસાબેન ચૌહાણના માર્ગદર્શનમા કોલેજ કેમ્પસમાં અલગ અલગ ટીમ બનાવી પ્લાસ્ટીક કચરો દુર કર્યો હતો તથા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું. ત્યારબાદ પોષણ અભિયાનને વેગ આપવા ખાસ વિદ્યાર્થીઓને કેળાનો નાસ્તો પણ અપાયો હતો. ડો.સુરેશ ચૌધરીએ સૌ વિદ્યાર્થીઓ અને મહેમાનોનો આભાર માન્યો હતો.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
ગોધરા : શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને લો કોલેજના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.
Advertisement