Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ગોધરામાં સરકારી દસ્તાવેજો રઝળતી હાલતમા મળતા ચકચાર

Share

 
ગોધરા

પંચમહાલ જીલ્લા ખાતે આવેલી મામલતદાર કચેરીના કાટમાળમાથી  ચુંટણીકાર્ડ રેશનકાર્ડ અને આધાર કાર્ડ  બિનવારસી હાલતમા મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી
મળતી વિગતો અનુસાર ગોધરા શહેરની મધ્યમા આવેલી જુની મામલતદાર કચેરી તોડી પાડવામા આવી છે.અને નવીની કરણ હાથ ધરવામા આવનાર છે.પણ આજે આ જુની મામલતદાર કચેરીના જુના કાટમાળ માથી સરકારી  પુરાવાઓ આધાર કાર્ડ અને રેશન કાર્ડ  મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને તંત્ર દોડતુ થયુ હતુ. ગોધરાની જુની મામલતદાર કચેરીના કાટમાળ તેમજ તેની આસપાસમા બિનવારસી હાલતમા પડી રહ્યા છે. તેવી જાણ કેટલાક જાગૃત નાગરિકોને થતા સ્થળ પર જઈ તપાસ કરતા ત્યા ઢગલામા  આ સરકારી પુરાવાઓ પડી રહ્યા  હતા. ત્યારબાદ તેમણે  પહેલા મિડિયા કર્મીઓને બોલાવ્યા  હતા
થોડીવારમા તંત્રના અધિકારીઓને જાણ થતા ત્યા દોડીઆવ્યા હતા.મિડીયા કર્મીઓ દ્વારા આવેલા એક તંત્રના અધિકારીને   રઝળી રહેલા  સરકારી પુરાવા અંગે જ્યારે પુછવામા આવ્યુ ત્યારે તેમણે ઉડાઉ જવાબો આપ્યા હતા. એક તરફ આ સરકારી  દસ્તાવેજો કઢાવા માટે લાઈનોમા  ઉભા રહીને સામાન્ય પ્રજાને  મુશ્કેલી પડતીહોય છે ત્યારે આતંત્રની ઘોર બેદરકારી સામે આવતા જવાબદારો સામે  કાર્યવાહી કરવાની લોકમાંગ  કરવામા આવી  રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સરનાડ – વ્હાલું ગામને જોડતા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી” કરાઇ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!