ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે. રાસ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને ધંધો કરે છે. હાલ આ દાંડીયાની દેશવિદેશમાં માગ છે. આ વખતે સારો એવો નફો પણ મળ્યો છે.
ગુજરાત રાજ્યમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યુવક યુવતીઓ અત્યારથી જ ટ્રેડીશનલ પહેરવેશની પણ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. નવરાત્રીએ દાંડિયાની રાસ રમતા યુવા હૈયા મન મૂકીને ગરબે ઝૂમે છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ નવરાત્રીમાં પોતાના સાથી મિત્રો, સખીયો સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે. ગોધરા શહેર આમ તો સમગ્ર વિશ્વમા ક્રમે પ્રખ્યાત થઈ ગયું છે. ગોધરાની ગરિમાને બદનામ થતાં અનેક તર્કવિતર્કો લોકોના મનમાં ઘુસી જવા પામ્યા હતા પરંતુ સત્ય બહાર આવીને જ રહે છે તેમ ગોધરાની છબી હાલ લોકોનાં મનસપટ પર સંપૂર્ણ સ્વચ્છ રીતે ઉભરી આવી છે ગોધરાની ખરડાયેલી છબી એ ભૂતકાળ બની ગયો છે ગોધરા શહેર એ કલા વારસાની નગરી છે નવલી નવરાત્રી એ દરેક ગુજરાતી માટે અનેરો તહેવાર છે નવરાત્રિમાં ગુજરાતી મન હિલોળે ચઢે છે ત્યારે દાંડિયા નવલી નવરાત્રીનું ધરેણું છે.
જૂની પરંપરા અનુસાર નવરાત્રિ રાસ વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામશેષ થઈ જવા પામ્યું છે ત્યારે નવરાત્રિના દાંડિયા ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન આછું પાતળું નથી. ગોધરા ખાતે લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ બિરાદારો દ્વારા આ દાંડિયા બનાવવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે. નવલી નવરાત્રી ઉત્સવ દરમિયાન ગોધરાનું નામ યાદ આવી જાય છે. ગોધરા શહેરના સ્ટેશન વિસ્તાર મોહમદી મોહલ્લા શેખ કબ્રસ્તાન બોન મિલની પાછળ ગુહ્યાં મોહલ્લા સાતપુલ વગેરે સ્થળોએ મુસ્લિમ કારીગરો દ્વારા ગુજરાતીઓની નવલી નોરતાની રમઝટ માટેના રંગબેરંગી દાંડિયાઓને ભારે જહેમતથી આઠ મહિના પૂર્વે તૈયાર કરવાની તૈયારીઓમાં જોતરાઈ જાય છે. કોરોના મહામારીના કારણે દરેક ધંધાને નુકસાન પહોંચ્યું છે. ત્યારે દાંડિયા ધંધાને પણ નુકસાન પહોચ્યુ છે. ગોધરાના દાંડિયા આધપ્રદેશ, હૈદરાબાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જાય છે. ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે સમયે અમારો ધંધો મંદ પડી ગયો હતો. ત્યારે આ ધંધાને ઉભો કરવા માટે આજે અમને વગર વ્યાજની લોન આપવામાં આવે તો અમે સારી રીતે વેપાર કરી શકીએ એવી અમારી સરકાર પાસે આશા છે.
પંચમહાલ રાજુ સોલંકી