Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા રેડક્રોસ સર્કલ પાસે નાકાબંધી દરમિયાન એક સ્કોડા રેપિડ ગાડીમાંથી એલ.સી.બી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પરવડી ચોકડી તરફથી એક સ્કોડા રેપિડ ગાડીમાં ગેરકાયદેસર  ઈંગ્લીશ દારૂ જથ્થો પંચમહાલ જિલ્લા એલ.સી.બી એ ઝડપી પાડી એક ઇસમની અટક કરી હતી. રૂ. 30,240 દારૂ સહિત કુલ રૂ. 1,30,240 ના મુદ્દામાલ પોલીસ જપ્ત કરી ગોધરા બી ડીવીઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લા એલ.સી.બી.એ ગોધરા પોલિસ સ્ટેશન  વિસ્તારના પરવડી ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરી એક સ્કોડા રેપિડ ગાડીમાં આવનાર છે.

જે બાતમી આધારે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલએ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે પંચમહાલ જિલ્લાના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે પી જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સ્કોડા રેપિડ ગાડી નં. જી જે 06 એફ કે 6811 માં વિદેશી દારૂનો જથ્થો પરવડી ચોકડી પાસેથી ગોધરા સિવિલ હોસ્પિટલથી વણાકપુર તરફ જઈ રહ્યો છે જે આધારે એલસીબી પીએસઆઈ આઈ એ સિસોડીયા અને એલસીબી સ્ટાફના માણસો ગોધરા રેડક્રોસ સર્કલ પાસે નાકાબંધી દરમિયાન સ્કોડા રેપિડ ગાડી નં. જી જે 06 એફ કે 6811 માથી રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસકીના કવાટરિયા કુલ 288 જેની કિંમત 30240 અને સ્કોડા રેપિડ ગાડી મળી કુલ 130240 ના મુદ્દામાલ સાથે રોહિત કુમાર વિનોદભાઈ બારીયા રહે. વણાકપુર નવું ફળિયું ગોધરાને ઝડપી પાડી ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પંચમહાલ ગોધરા રાજુ સોલંકી
 

Advertisement

Share

Related posts

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

ProudOfGujarat

સાગબારા તાલુકામા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની કોશિશની ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ‘સાત પગલા ખેડૂત કલ્યાણ’ નાં કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!