Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રૂપે આજે પણ તકતી હયાત છે.

Share

સમગ્ર દેશ જ્યારે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મજયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ બહારપુરા સ્મશાનરોડ ખાતે અસ્પૃશ્યતા નિવારણ માટે મહાત્મા ગાંધીજીનો ઈતિહાસ અહી જોડાયેલો છે. ઈ. સ. ૧૯૧૭ ના નવેમ્બરની પાંચમી તારીખે અત્યંજ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પરિષદની બેઠકમાં સ્વ. નામદાર વિઠ્ઠલભાઈ પટેલ સંન્યાસીના વેશમાં આવી સભાની દુર બેઠા હતા ત્યારે ઠક્કર બાપાએ એમને શોધી કાઢી મહાત્મા ગાંધીજી પાસે લઈ ગયા હતા ત્યારે અંતયજો સવણો અને મુસ્લિમ સમાજના હજારો સખ્યાંમા શ્રોતાઓ એકઠા થઈ કોઈ પણ જાતની ભેદભાવ વગર અહી પરિષદ સભામાં બેઠા હતા ત્યારે પુજ્ય બાપુ એ આ પરિષદમાં નિર્ણય લીધો હતો કે કાયમનુંજ હરિજન અને અત્યંજોની સેવા કાર્ય માટે અત્યંજ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

ગોધરામાં આવેલ બહારપુરા સ્મશાન રોડ ખાતે ઈ. સ. ૧૯૧૭ ના નવેમ્બરની પાંચમી તારીખે જ્યારે અત્યંજ પરિષદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગોધરા બહારપુરા સ્મશાન રોડ ખાતે રહેતા હરિજન સમાજના લોકોએ મહાત્મા ગાંધીજીની સ્વાગત માટે આ આખા વિસ્તારની સાફ સફાઈ કરી હતી અને ત્યારબાદ આ પરિષદમાં મહાત્મા ગાંધીજીના ભાષણ સાંભળવા માટે હરિજન સમાજના લોકો પોતાના વિસ્તારના મકાનના છાપરા ઉપર ચઢી ભાષણ સાંભળતા હતા ત્યારે મહાત્મા ગાંધીજી એ જ્યારે સભા પતી ત્યારે પુજ્ય બાપુ હરિજન સમાજના લોકો સાથે જઈ કહ્યું હતું કે તમે કેમ છાપરા ઉપર બેસી ભાષણ સાંભળો છો ત્યારે હરિજન સમાજ લોકોએ જણાવ્યું હતું કે બાપુ અમે અસ્પૃશ્ય હોય એટલે તો અમારે દૂર રહેવું પડે આમ બાપુએ આ શબ્દો સાંભળી તત્કાળ અંત્યજોનું સેવા કાર્ય થાય તે હેતુથી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

ગોધરામાં આવેલ બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની તકતીની જાળવણી માટે સર્કલ બનાવવાની માંગ કરતા વાલ્મીકી સમાજના લોકો ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે ૫ મી નવેમ્બર ૧૯૧૭ ના રોજ અસ્પૃશ્યતા નિવારણ માટે ની જે તકતીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે તકતીની જાળવણી માટે તથા ગાંધીજીનો ઈતિહાસ કાયમ રહે તે માટે એક સર્કલ બનાવવા માટે વાલ્મીકી સમાજના લોકોની માંગ કરી રહ્યા છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 5 ના કરૂણ મોત

ProudOfGujarat

ભરૂચ શહેરમાં 45 થી વધુ વયના લોકો માટે 3 સેન્ટરો પર કોવીડ – 19 નું રસીકરણ શરૂ : જુઓ ક્યાં સ્થળ પર.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!