પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પોલીસ ચોકી નંબર.- 7 થી સિગ્નલ ફળિયા, ભામૈયા ચોકડી, કાલા ભાઈ પેટ્રોલ પંપથી સાતપુલ જુના જકાતનાકા, ઈકબાલ પ્રાથમિક શાળા સુધી જોડતો આ મુખ્ય માર્ગ છે જે અત્યંત જર્જરીત થઈ જવા છતાં તંત્ર અને સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઇ ઉચિત કાર્યવાહી આજદિન સુધી હાથ ન ધરાતા પશ્ચિમ વિસ્તારના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના રોડની હાલત અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે જેના કારણે રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકાના માજીસભ્ય અશરફ ચાંદા, અને ઈલ્યાસ ચાંદા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોડ પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તે છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે અમે તા. 9/9/2021 ના રોજ અમે આવેદનપત્ર આપ્યું હતું અને એમાં અમે જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝનમાં રોડની કામગીરી હાથ ન ધરાય તો કઈ વાંધો નહીં પરંતુ રોડની આજુબાજુમાં જે મસમોટા ખાડા પડી ગયા છે તેને વેડમિક્સ નાખી તેનું લેવલીંગ કરી આપો તેવી અમે રજૂઆત કરી હતી પરંતુ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે તા. 4/10/2021 ના રોજ ગોધરા કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર સ્થાનિક લોકો સાથે ઉતરી આવવાના છે…?
પંચમહાલ રાજુ સોલંકી