ગોધરા નગરપાલિકા 2021 ની ચુંટણીમાં AIMIM બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. આથી ગોધરા શહેરના પ્રજાલક્ષી કામોને ધ્યાનમાં રાખી અને નગરનો વિકાસ વેગવંત બની રહે તે માટે AIMIM અને અપક્ષ સભ્યોના સહકારથી સંજય સી સોનીને પ્રમુખ તરીકે બિનશરતી ટેકો જાહેર કર્યો હતો પરંતુ તેઓ સ્થિર સરકાર આપવા માટે સદંતર નિષ્ફળ રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા અને AIMIM અને અપક્ષ સભ્યો સાથે વિશ્વાસઘાત કર્યો હતો જેથી આજરોજ AIMIM ના સાત સભ્યો પ્રદેશ નેતાગીરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને શહેર સંગઠન સહિત ચુંટાયેલા સાત સભ્યો સર્વસંમતિથી સંજય સી સોનીને આપવામાં આવેલ બિનશરતી ટેકો પરત ખેંચી ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે હાલ AIMIM એ બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છે જેથી તેઓને વિરોધપક્ષમાં બેસવા મળે તે માટે રજુઆત કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે ગોધરા શહેરને એક સારું નેતૃત્વ અને પ્રજાલક્ષી કામો કરનાર કોઇ નવા પ્રમુખ મળે તે માટે નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ચંપકલાલ સોની ઉપર અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું આયોજન કરવામાં આવશે. તેવું AIMIM ના સભ્યોનો સમર્થન અંગે યોગ્ય વિચાર કરવામાં આવશે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકામાં AIMIM સાત સભ્યો દ્વારા પ્રમુખને આપેલ બિનશરતી ટેકો પરત ખેંચી વિરોધપક્ષમાં બેસવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત.
Advertisement