ગોધરા
પંચમહાલ જીલ્લામાં ગોધરાશહેરમા આવેલી કૃપાલ રુહાની મિશન સંસ્થા દ્વારા ટુવા ખાતે આવેલી આદિવાસી શાળા ખાતે બાળકોને મોટીવેશનના પાઠ શિખવામા આવ્યા હતા તેમજ જીવનજરુરીયાતની ચીજ વસ્તુઓ આપવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી કુપાલ રુહાનીમિશન સંસ્થા તેમની સામાજીક અને ધાર્મિક પ્રવૃતિઓ માટ જાણીતી છે. આદિવાસી દિવસની ઉજવણી જીલ્લા ભરમા ધામધુમથી કરવામા આવી હતી ત્યારે આ સંસ્થા દ્વારા આદિવાસી શાળામા ભણતા બાળકો માટે મોટીવેશન તેમજ આધ્યામત્મિક બાળ સંતસંગ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ખાસ તો બાળકોને મોટીવેશનના પાઠ શીખવામા આવ્યા હતા અને તેનાથી જીવનમા થતા ઉપયોગી ફાયદા અને લાભોની પણ સમજ આપવામા આવી હતી. કૃપાલ રુહાની મિશન સંસ્થા દ્વારા બાળકોને નોટ પેન પેન્સિલ તેમજ બિસ્કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
Advertisement