Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલા ઉપ-પ્રમુખ રિઝવાન મુલતાની તથા હોદ્દેદારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ગોધરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 71 માં જન્મદિવસ નિમિત્તે 71 યુનિટ રકત એકત્રિત થાય એ માટે અથાગ પ્રયત્નો કરી સંકલ્પ સિદ્ધ થયેલ છે.

રેડકોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા તથા લઘુમતી મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્તદાતાઓને સર્ટીફીકેટ તથા ગિફ્ટ આર્ટીકલથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સીકે રાઉલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, નગર પાલિકાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ગોધરા અર્બન બેંકના કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા કુલ ૭૬ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. એક યુનિટમાં ૩ જીવોની જિંદગી બચાવાઈ છે લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલાની આ માનવીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર પિસ્ટલ અને કાર્ટિસ સાથે એક આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

વાંકલ ગામે ૮૦ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!