ગોધરા શહેરમાં દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ત્યારે ન્યુરા સ્કૂલની સામે બનાવેલા કૃત્રિમ તળાવમાં નાના નાના બાળકો આ તળાવમાં ન્હાવા પડેલા દેખાય રહ્યા છે. આ દ્રશ્ય જોતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ક્યાંક ગંભીર ઘટના ના બને તથા કોઇ બાળક આ પાણીમાં ઘરકાવ થાય કે ડુબી ના જાય તે માટે ગોધરા નગરપાલિકાનું ધ્યાન દોરવા જણાવવામાં આવે છે. ગોધરામાં ઠેર ઠેર પાણી ભરાઇ રહેવાથી અને પાણીનો નિકાલ ન થવાથી ગંદકી ફેલાયેલી જોવા મળે છે. આ ગંદકીના કારણે મચ્છરો વધ્યાં છે. ગોધરામાં મચ્છરોના કારણે ડેન્ગ્યુના દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. લગભગ દરેક દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. સરકાર આરોગ્યલક્ષી સેવાઓ ના આપી શકતી હોય તો ઠીક છે પણ ગંદકી વધે, મચ્છરો વધે એવા ઉપાય પણ કરતી નથી. ઓછામાંનું પૂરું આવા કૃત્રિમ તળાવો બનાવ્યા બાદ તેમાં રહેલા પાણીનો નિકાલ પણ દિવસો સુધી કરતાં નથી એ મોટો સવાલ છે. આવા પાણીમાં મચ્છરો વધે છે. લોકો મચ્છર જન્ય રોગોમાં સપડાય છે, બિમાર પડે છે, ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા મજબૂર થાય છે, મહેનતનો પૈસો સરકાર કે નગરપાલિકાની બેદરકારીના વાપરવો પડે છે. આવી આરોગ્ય લક્ષી ગંભીર સમસ્યાઓથી શહેરીજનોને પીડાય છે.
જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કૃત્રિમ તળાવમાં ન્હાવા પડેલા નાના બાળકોનું દ્રશ્ય જોઈ નગરપાલિકાનું ધ્યાન દોરવા રજૂઆતના ભાગરૂપે વિડિયો લઈ નગરપાલિકાના પ્રમુખને મોકલી આપવામાં આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી