Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા એપીએમસી દ્વારા મોદીજીના જન્મદિવસે ૬૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ.

Share

બજાર સમિતિ, ગોધરાના મહેલોલ સબયાર્ડ ખાતે તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં માજી સાંસદ પ્રભાતસિંહ જી ચૌહાણ, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘ, ગોધરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ભારતીય કિસાન સંઘ જિલ્લા પંચાયત સભ્ય, એપીએમસી,ગોધરા સહિત બજાર સમિતિના સદસ્યો, ભાજપ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા મંડળના હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સેવા સહકારી મંડળીઓના સભ્યો, સહકારી સંસ્થાઓના સદસ્યો, ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા જણાવેલ કે બજાર સમિતિ દ્વારા ૧૧,૦૦૦ નું વૃક્ષારોપણ કરવામાં આવશે અને જરૂર જણાય તો એનાથી પણ વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરી બીજા અન્ય પગલાં પણ સંસ્થા દ્વારા લેવામાં આવશે. બજાર સમિતિના સેક્રેટરી પ્રકાશભાઈ પટેલ દ્વારા તમામ આમંત્રણને માન આપી પધારેલા મહાનુભવોનું આભાર વ્યકત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આજે ૩૧ મેં એટલે કે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિતે ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૧૦ ફૂટની સિગારેટને જાહેરમાં ફાંસી અપાઇ…

ProudOfGujarat

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા વધતા કોરોના સંક્રમણનાં કારણે ઓપીડી સમયમાં ફેરફાર કરાયો.

ProudOfGujarat

સુરત : પલસાણા તાલુકાના મલેકપુરમાં નિ:શુલ્ક કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!