Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના મોરા ખાતે વેશભૂષામાં સજ્જ થઇ વાજિંત્રો ના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉજવણી

Share


ગોધરા

વિશ્વમાંજળ દિવસ, મહિલા દિવસ, માતા દિવસ જેવા અનેક દિવસોની ઉજવણી કરવામાં આવે છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૯ મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવા કરેલો નિર્ણય આદિવાસી સમાજ માટે ગૌરવ રૂપ છે. રાજ્ય સરકારે પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરીને આદિવાસી સમાજ ના ભવ્ય ઇતિહાસ, ગૌરવવંતી સંસ્કૃતિ, ઉજ્જ્વળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે પંચમહાલ જિલ્લાના મોરા ખાતે ઉજવાયેલાઆંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણીના સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત આદિવાસીઓને રાજ્ય સરકારની શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતામાં આદિવાસી સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અંગ્રેજોને ધૂળ ચાટતા કરનાર આદિવાસીઓનો માનગઢ આજે સાક્ષી ભરી રહ્યો છે.
આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે યુનિવર્સિટીઓ અને કોલેજોની શરૂઆત રાજ્ય સરકારે કરી છે. પાછલી પેઢી કરતાં આજની પેઢીમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. વનબંધુ કલ્યાણ યોજના, આવાસ યોજના, મા અન્નપૂર્ણા યોજના, મા અમૃતમ યોજના થકી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ રાજ્ય સરકારે કર્યો છે અને તે માટે બજેટમાં પણ ૧૩ હજાર કરોડ ઉપરાંતની જોગવાઇઓ કરવામાં આવી છે.
ઉર્જા મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં રાજ્યભરમાં નવા ૧૦૦ વીજ સબ સ્ટેશનનો લક્ષ્યાંક હતો જેને વધારીને ૧૫૦ કરવામાં આવ્યો છે. વધારાના ૫૦ નવા વીજ સબ સ્ટેશનો અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં સ્થપાશે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રીપીંગની સમસ્યા હલ થશે અને ગુણવત્તાયુક્ત વિજળી મળી રહેશે. તેમજ એક પણ આદિવાસી ખેડૂત હવે વીજ જોડાણથી વંચિત રહેશે નહિ.
સૂર્ય શક્તિથી વિજળી મેળવવાની સ્કાય યોજના વિશે માહિતી આપતાં મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના ૫૦૦ ખેડૂતોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેતરોમાં સોલાર પેનલ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાજ્યના ૧૫ લાખ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે. તેમણે સ્કાય યોજનાના લાભ વિશે જણાવતા કહ્યું હતું કે આ યોજનાથી ખેડૂત પોતાના ખેતરોને સૂર્ય શક્તિથી સિંચિત કરી શકશે. ઉપરાંત, વધારાની વીજળી સરકારને વેચી સ્વ આવકને વધારી શકશે. તેમણે ઉજ્જ્વલા યોજના થકી સરકારે માતા-બહેનોના આંસુ લૂછ્યા હોવાનુ પણ આ પ્રસંગે જણાવ્યું હતું.
મુસ્લીમોના આક્રમણો અને અંગ્રેજોની ગુલામી સામે ઝઝૂમેલો ખમીરવંતો આદિવાસી સમાજ એકત્રીત થાય અને તેના ભવ્ય તથા ગૌરવવંતા ઇતિહાસથી પરિચિત થાય તે માટે રાજ્ય સરકારે આદિવાસી દિવસ ઉજવવાની ઉજળી પરંપરા શરૂ કરી હોવાનુ રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી. પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજ માટેની નીતિઓ અને યોજનાઓની જાણકારી તેમના પ્રાસંગિક ઉદબોધનમાં આપી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અમલીત કરેલી યોજનાઓ અને પહોંચાડેલા લાભોની દસ્તાવેજી ફીલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરો અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ ઉપસ્થિત મહાનિભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારના આદિવાસી પોતાની આગવી વેશભૂષામાં સજ્જ થઇને વાજિંત્રોના તાલે લોક નૃત્યો કરીને ઉત્સાહ પૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. મોરા ખાતે સમગ્ર જિલ્લામાંથી ૫૦૦૦ થી વધુ આદિવાસીઓ એકત્રિત થઇ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
આ પ્રસંગના સમારોહનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે કર્યું હતું. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યસર્વ શ્રી ભુપેન્દ્રસિંહ ખાંટ, શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નાયબ વનસંરક્ષકશ્રી અશુંમાન શર્મા , શ્રી અશ્વિનભાઇ પટેલ, મોરવા (હ) ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, મોરવા (હ) ના તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, આદિવાસી અગ્રણી શ્રી વિક્રમસિંહ ડીંડોર, સરપંચો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.
સમારોહનું આભાર દર્શન પ્રાયોજના વહીવટદાર શ્રી એમ.એમ. મકવાણાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

કલોલમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ મામલે 13 ની અટકાયત.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

સુરતમાં ડ્રેનેજની સફાઇ માટે રોબોટનો થશે ઉપયોગ : દેશના 12 શહેરો પૈકી ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!