Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.

Share

આવતીકાલે 15 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ શ્રીજીની વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક સમસ્યા ઉભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગોધરા શહેરમાં અમુક રસ્તાઓથી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા સહિત વાહનોને અવરજવર માટે ડાયવર્ઝન આપવા અંગે જાહેર હુકમ કરવામાં આવ્યો છે.

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-33 (1) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ આવતીકાલે ગણેશ વિસર્જનના દિવસે સવારના 08.00 કલાકથી રાત્રિના 23.00 કલાક સુધી ગોધરા શહેરના હદવિસ્તારમાં નીચે મુજબના નિયંત્રણો લાદતો હુકમ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વડોદરા, દાહોદ તથા અમદાવાદ જિલ્લા તરફથી આવતા તમામ પ્રકારના વાહનોના ગોધરા શહેરમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ગોધરા શહેરમાંથી લુણાવાડા તથા અમદાવાદ તરફ જતા વાહનોનું ડાયવર્ઝન તૃપ્તિ હોટેલથી બાયપાસ, પરવડી ચોકડી, પોપટપુરા ઓવરબ્રિજથી રહેશે. એસ.ટી. બસો તથા ગોધરા શહેરના વ્યક્તિઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા-જતા વ્યક્તિઓના વાહનો કંકુથાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈ એફ.સી.આઈ. ગોડાઉન થઈ ભુરાવાવ આવ-જા કરી શકશે. ગોધરા ભુરાવાવથી પોપટપુરા ઓવરબ્રિજ સુધી એસ.ટી. બસો તથા ખાનગી વાહનો જઈ શકશે. પોપટપુરા ઓવરબ્રિજથી ભુરાવાવ તરફના રોડ ઉપર કોઈ પણ વાહન કે એસ.ટી. બસ આવી શકશે નહીં. લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતા નગરપાલિકાના રોડ ઉપર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ રોડ પર ફક્ત લાલબાગ મેદાનમાં બનાવેલ કુંડમાં ગણપતિ વિસર્જન કરવા આવતા વ્યક્તિઓ/વાહનોની અવર-જવર ચાલુ રહેશે. આ નિયંત્રણો ગોધરા શહેરમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ, પુરવઠો લઈને આવતા ભારે વાહનો તથા એસ.ટી. બસો તથા સરકારી ફરજો પરના વાહનોને લાગુ પડશે નહીં.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર : સજોદ જવાના રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

એટ્રોસિટી એકટના કાયદા માં જોગવાઈ ઓને નબળી બનાવના જજમેન્ટ ને પાછું લેવા માં આવે તે બાબત ભરૂચ કલેક્ટ મારફત ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધી દલિત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!