Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા શહેરની સમસ્યાઓને લઇને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા પ્રમુખને આવેદન.

Share

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા કે જેનું નામ વિશ્વ આખું જાણે છે. ગોધરા શહેરની વસ્તી આશરે ચાર લાખની છે. જિલ્લામાં સૌથી મોટું શહેર ગોધરા છે ત્યારે સૌથી મોટી સમસ્યાઓ પણ ગોધરામાં જ છે. આખા શહેરમાં રોડ, રસ્તા, પાણી, વિજળી, ગંદકી, આરોગ્ય, ટ્રાફિક, વ્યવસ્થા જેવી તમામ બાબતો પર સમસ્યાઓ શહેરીજનો ભોગવી રહ્યા છે. ભાજપના નેતાઓ પોતાનો આર્થિક અને રાજકીય વિકાસ કરવામાં પડ્યાં છે. પોતાની માને કોણ ડાકણ કહે એવો ઘાટ ભાજપનો નેતાઓનો જોવા મળે છે. કોંગ્રેસના નેતાઓ જિલ્લામાં શોધ્યાય જડે તેમ નથી. ત્યારે ગોધરા શહેરના નગરવાસીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોતાની સોસાયટીઓમાં બોલાવી સ્થાનિક સમસ્યાઓની રજૂઆત કરી રહ્યા છે. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં ગોધરા નગરપાલિકાની મુલાકાત કરી હતી અને નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફીસર તથા નગરપાલિકા પ્રમુખને ગોધરા શહેરની સમસ્યાઓને ઉજાગર કરતું રજૂઆતપત્ર આપવામાં આવ્યું છે. તેમાં ગોધરાના લગભગ તમામ વોર્ડની સમસ્યાઓની રજૂઆત કરી છે.

વોર્ડ નંબર ૧, સચ્ચિદાનંદ સોસાયટીમાં રસ્તા પર ભુવા પડેલા છે. ડોળપા વિસ્તાર, બારીઆ ફળીયામાં સ્ટ્રીટ લાઈટની તાત્કાલિક જરૂર છે. એસટી નગરની સામે, ડોળપા વિસ્તારમાં હાઇવે રસ્તા પરથી બંજારા પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો ખુબ ખરાબ હાલતમાં છે. મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, પાણી ચોવીસ કલાક ભરાયેલું રહે છે. લોકોને અવરજવરમાં ખુબ મુશ્કેલી પડી રહી છે. વોર્ડ નંબર ૩, રવિ કોર્પોરેશનની પાસે રામ સાગર તળાવના કિનારે ગંદકીનું સામ્રાજય જોવા મળે છે. બસ સ્ટેન્ડ પાસે આવેલી શ્રી નાથ હોટલનુ ગંદુ પાણી રામ સાગર તળાવમાં જતું જણાય છે. નારી કેન્દ્ર પાસે ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન બંધ હાલતમાં છે. વોર્ડ નંબર ૩ માં આવતા કેટલાક કાચાં ઘરો વરસાદી પાણીના ડુબાણમા છે. વોર્ડ નંબર ૪, બગીચાની ચારે બાજુ ફરતી વૉક ને દિવાલ તુટી ગઇ છે. વોર્ડ નંબર ૭, સીંગ ફળીયા ઇમરાન મસ્જિદ પાસે પાણીનો નિકાલ થતો નથી. વોર્ડ નંબર ૧૧, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પાછળના ભાગમાં બની રહેલા ૩૬ જેટલા આવાસના લાભાર્થીઓને નળ વેરો પ્રતિ માસ આવાસ દીઠ ૮૦૦ રુપિયા જેટલો આવી ગયો છે તે રદ કરવા જેવું છે. સાંપા રોડ પર પંચવટી સોસાયટીની બાજુની ગુરુકૃપા સોસાયટી આવેલી છે ત્યાં ચોમાસાના પાણીનો કોઈ નિકાલ નથી, ત્રણ ચાર દિવસથી ત્રણ ત્રણ ફુટ પાણી ભરાઈ ગયું છે.

ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર ૬,૭,૮,૯ અને ૧૦ માં ગુહયા મોહલ્લામાં, મોહમ્મદ મોહલ્લામાં, પોલન બજારમાં, ગોન્દ્રા વિસ્તારમાં, હિલપૉક સિગ્નલ ફળિયામાં, વચલા ઓઢા સાત પુલ વિસ્તારમાં, વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે. સફાઈ કામદારો સમયસર આવતા નથી, ડોર ટુ ડોર વાળા સમયસર આવતા નથી. પશ્ચિમ વિસ્તારમાં આવતા મેઇન રોડ સિગ્નલ ફળિયા, વેજલપુર રોડ આ રસ્તાઓનું ટેન્ડરીંગ થઈ ગયુ છે, કોન્ટ્રાક્ટર કામ પણ ચાલુ કર્યું હતુ, કોન્ટ્રાક્ટર કોઈ કારણસર અધુરું કામ છોડીને જતા રહ્યા છે.

Advertisement

ઉપરોક્ત તમામ સમસ્યાઓની જાણ ગોધરા શહેરની સોસાયટીઓના રહીશોએ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોને જણાવી છે. ત્યારે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, શહેર પ્રમુખ અજય વસંતાની, જિલ્લા કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ મહેબુબ બક્કર વિગેરે કાર્યકરોએ સોસાયટીઓમાં સ્થળ પર જઈને સમસ્યાઓ જોઇ છે ખુબ ખરાબ હાલતનો સામનો શહેરીજનો કરી રહ્યા છે ત્યારે આપને વિનંતી કરવાની કે, આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા ઘટીત કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત પત્ર આપવામાં આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન :હાલોલ નગર માં યુવાને ફટકડીના ગણપતિ ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

ProudOfGujarat

રાજપીપળા નાગરિક સહકારી બેંકના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ માર્કેટમાં પ્રોજેક્ટ – ‘રોટરી નો છાયો’ હેઠળ શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!