ગોધરામાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા ચાલકો દ્વારા રાત્રિ દરમ્યાન પેસેન્જરને રેલ્વે સ્ટેશનથી અન્ય કોઈ જગ્યાએ જવાનું હોય તો રીક્ષા ચાલકો દ્વારા બેફામ ભાડું વસૂલ કરવામાં આવે છે જેના કારણે અવરજવર કરતા પેસેન્જરોને રીક્ષા ચાલકો સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ ગોધરાના રેલ્વે સ્ટેશન પર આરપીએફ અને જીઆરપી પોલીસનો પોઈન્ટ હોવા છતાં કેટલાક રીક્ષાચાલકો બેફામ રીતે પેસેન્જર પાસે ભાડું વસૂલ કરે છે જ્યારે પેસેન્જર અન્ય કોઈ જગ્યાએ જવાનું હોય તો રીક્ષા ચાલકો દ્વારા 200 થી 300 રૂપિયા ભાડું વસૂલ કરવામાં આવે છે. જો કોઈ પેસેન્જર ગોધરાના રેલ્વે સ્ટેશન પર આરપીએફ અને જીઆરપી પોલીસને ફરિયાદ કરે છે તો પરિણામ શૂન્ય આવે છે તેનું મુખ્ય કારણ રિક્ષાચાલકો અને રેલ્વે પોલીસની મીલીભગતના કારણે પેસેન્જરોને બમણું ભાડું ચૂકવવા માટે મજબૂર બનવું પડે છે. કેટલાક રીક્ષાચાલકો કહે છે કે તમે રેલ્વે પોલીસ પાસે જશો તો પણ અમારું કઈ નહીં થાય. કેમ કે અમે રેલ્વે પોલીસને ખુશ રાખીએ છીએ. આ ઉપરાંત ગોધરા રેલ્વે સ્ટેશન પર મોટાભાગના રિક્ષાચાલકો પાસે રીક્ષામાં મીટર કે સીએનજી રિન્યુઅલ સર્ટિફિકેટ ધરાવતા નથી છતાં પણ રેલ્વે પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વડોદરા ખાતે આવેલ રેલ્વે પોલીસનાં પોલીસ અધિક્ષકને રિક્ષાચાલકોનાં નંબર સાથે જે પ્રકારે ઉઘાડી લૂંટ તથા રીક્ષામાં મીટર કે સીએનજી રિન્યુઅલ સર્ટિફિકેટ ધરાવતા નથી તેની રીક્ષાના નંબર પ્લેટ સાથે રૂબરૂ મુલાકાત લઈ ફરિયાદ કરવાના છે તેવું જાણવા મળેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી