પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા તાલુકાના મહેલોલ ગામે રાષ્ટ્રીયકૃત બેન્કની નવીન શાખા શરૂ કરવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ વી ચૌહાણ એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. મહેલોલ ગામની ચોતરફ 45 જેટલી રેવન્યુ ગામો આવેલા છે જ્યાં માત્ર એક જ રાષ્ટ્રીયકૃત બેન્ક આવેલી હોવાના કારણે ખેડૂતો અને બેન્કના ગ્રાહકોને ભારે વિપદાઓ પડે છે. આ ગામમાં અંદાજીત 50 જેટલી દૂધ મંડળીઓ 25 જેટલી સેવા સહકારી મંડળીઓ અને અન્ય સંસ્થાઓ આવેલી છે આ ગામના તમામ સભાસદો દુધ મંડળી અને સેવા સહકારી મંડળીના કર્મચારીઓ અને સભાસદોને તેમજ વિવિધ થાપણદારોને અંદાજે 25 કિ.મી જેટલું અંતર કાપીને વેજલપુર ખાતે અથવા ગોધરા સુધી લાંબુ થવું પડે છે.
મહેલોલ ગામ ખાતે હાલ માત્ર એક જ રાષ્ટ્રીયકૃત બેન્ક આવેલ છે જેમાં આજુબાજુ ગામના ખાતેદાર હજારોની સંખ્યામાં ઉમટી પડે છે જેના કારણે અવારનવાર બેન્કમાં નેટ કનેક્ટીવીટી અને સર્વર ડાઉનના ઈસ્યુ રહેતા હોય છે જેના પરિણામે બેન્ક સેવાનો લાભ લેવા માટે લોકો વંચિત રહી જાય છે અને હેરાન પરેશાન થઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી એક નવીન બેન્ક શાખા શરૂ કરવા માટે જરૂરિયાત ઊભી થવા પામી છે મહેલોલ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 35 જેટલી ગ્રામ પંચાયતોને નવીન બેન્કનો લાભ મળે તે માટે રાષ્ટ્રીયકૃત બેન્કમાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા અથવા અન્ય કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેન્કની મહેલોલ શાખા શરૂ કરવા માટે ખેડૂતો અને બેન્કના ગ્રાહકો વતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ વી ચૌહાણએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી