પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા મેઘરાજાએ જોરદાર ધમાકેદાર પધરામણી કરતા એક કલાક જેટલા સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા. શહેરની સાંપારોડ વિસ્તારમા આવેલી સોસાયટીઓના આગળ પાણી ભરાયા હતા. ગોધરા શહેરના સાંપા રોડ વિસ્તારમાં પણ વરસાદને કારણે અહીના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના પ્રવેશમાર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાંપા રોડ વિસ્તારમા તુલસીધામ, દર્શન સોસાયટી સહિતની જગ્યાઓમા પાણી ભરાવાને કારણે મીની તળાવો જેવા દશ્યો સર્જાયા હતા.
અહીના સ્થાનિકોનું કહેવુ છે કે વધારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણી જતા ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગે છે. વધુમાં હાલમા મચ્છરજન્ય રોગોનો પણ સતાવી રહ્યો છે. ડેન્ગ્યુ ,ચીકનગુનિયા, મલેરિયા જેવા રોગો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ત્રાસ વધી શકે છે. અહીના સ્થાનિક રહીશોની માંગ છે પાણી ભરાવાની મુશ્કેલીનો જવાબદાર તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી ફરી વરસાદ પડે તો આ મુંશ્કેલીનો સામનો રહીશોને કરવો પડે નહી.
પંચમહાલ રાજુ સોલંકી