પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતોની આગામી સમયમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે તાજેતરમાં સરપંચ અને સભ્યોની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે જેમાં નિયમ પ્રમાણે રોટેશન ન જળવાતા ગ્રામ્ય પ્રજાજનોમાં ભારે નારાજગી અને આક્રોશ પેદા થયો છે.
સરપંચ સભ્યોની બેઠકોમાં યોગ્ય અભ્યાસનો અભાવ કે રાજકીય પ્રભાવને કારણે ઘણા ગામોમાં નિરાશાનું વાતાવરણ પેદા થતા આ અંગેની વિવિધ રજૂઆતો જિલ્લા કોંગ્રેસ સમક્ષ આવતા આ પ્રશ્ને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરે અને આવેદનપત્ર સુપ્રત કરેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સ્પર્ધા કરવા માંગતા ઉમેદવારોને લોકશાહીમાં અન્યાય ના થાય અને સૌનું સરખું પ્રતિનિધિત્વ જળવાય તે માટે રજૂઆત અને માંગ કરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર વીકે ખાટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક તિજોરીવાલા, યુવક કોંગ્રેસ પ્રમુખ મિકી જોશેફ, મહામંત્રી ઉમેશ શાહ, જિલ્લા સોશિયલ મીડિયા પંચમહાલના પ્રમુખ સની શાહ સહિત વિવિધ ગ્રામ પંચાયતોના અગ્રણીઓ રજૂઆતમાં જોડાયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી