પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીની ગોધરા ખાતે આવેલી સદગુરૂ હોટલ ખાતે જીલ્લામાં પાર્ટીનુ સંગઠન મજબૂત બને તે હેતુથી મિટિંગ મળી હતી. જેમા લોકજનશક્તિ પાર્ટીમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એલ.ડી.સૂથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાર્ટીમા ઉપસ્થિત કાર્યકરો સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીને જીલ્લામાં તેમજ તાલૂકાઓમા કાર્યકરો બનાવીને પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા સુચનો કરવામા આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લોકજનશક્તિ પાર્ટીનીની સદગૂરુ હોટલ ખાતે મિટિંગ મળી હતી. મિટિંગમાં પ્રદેશ અધ્યક્ષ એલ.ડી સૂથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત પાર્ટીના કાર્યકરો દ્વારા તેમને ફુલનો હાર પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. મહિલા કાર્યકરોએ પણ તેમનુ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યુ હતું. મિટિંગમાં જીલ્લાના માળખાના સંગઠનને મજબૂત બનાવવા, તાલુકાના તેમજ પાર્ટીના સંગઠનને લેખાજોખા કરવા, શહેર અને તાલુકાના સમીકરણ અને પાર્ટીની રચના કરી મજબૂત બનાવવા, તાલૂકા શહેર તેમજ નગરપંચાયત અને તાલૂકા પંચાયતના ગ્રામ પંચાયતના વોર્ડના મોર્ચાની રચના કરવી, કાર્યકરો બનાવીને પાર્ટીને મજબૂત કરવી,પ્રદેશ પ્રમૂખ દ્વારા આપવામાં આવતી પાર્ટીઓની સુચનાઓનુ પાલન અને અમલીકરણ કરવુ. સમાજમાં થતા અત્યાચારો,શિક્ષણ સમસ્યા, ગરીબી, બેરોજગારી દુર કરવા માટે સહિતના મુદ્દાઓની જરૂરી ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આ મિંટીગમાં ઉપાધ્યક્ષ અને પ્રવક્તા પવન રામાનુજ તેમજ પાર્ટીના અગ્રણી નેતા કાનજીભાઈ બારૈયા તેમજ પંચમહાલ જીલ્લામાંથી પુર્વ મહામંત્રી સૂરેશભાઈ પરમાર, સંગઠનમંત્રી ખલીલભાઈ કાપડીયા,જીલ્લામંત્રી જાકીરભાઇ પોચા, મહિલા પ્રમુખ રાધાબેન જૈન, મહિલા મહામંત્રી પુજાબેન શાહ, શહેર પ્રમૂખ ઇમરાનભાઇ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા ખાતે પ્રદેશ અધ્યક્ષ એલ.ડી.સૂથારની અધ્યક્ષતામાં લોકજનશક્તિ પાર્ટીની મિટિંગ યોજાઈ.
Advertisement