ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથથી સૌનો વિકાસ અને સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે રાજ્યના જિલ્લાઓ સહિત તાલુકાઓમાં વિકાસનો એક ચિતાર ઊભો કર્યો છે. ત્યારે વિવાદોમાં ઘેરાયેલી અને ભ્રષ્ટ અધિકારીઓથી છપાયેલી ગોધરા નગરપાલિકાએ વિકાસ તો કર્યો પણ કેવો વિકાસ ખાલી આંખ સમક્ષ રૂડું રૂપાળું ચિત્ર ઊભું કરી અને ઉપરછલ્લી કામ કરી ફોટા પડાવી અને સોશિયલ મીડિયામાં મુકી ખાલી વાહ વાહ ઉભી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાલિકાઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને પોતાના શહેરી વિસ્તારોમાં વિકાસના કામો માટે અગ્રેસર રહેવા માટે કહેવામાં આવે છે પરંતુ અલાયદી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતના કારણે હલકી કક્ષાનું રો મટીરીયલ્સ વાપરી સરકારના રૂપિયાનું પાણી કરી રહ્યા છે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આજથી એક વર્ષ પહેલા આર.સી.સી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સરકારી નિયમો મુજબ રોડ જે પ્રકારે તૈયાર કરવામાં આવે તેવી પણ રીતે રોડનું લેવલ કર્યા વગર આર.સી.સી રોડની ઉપર કપચી, રેતી, અને સિમેન્ટ પાથરી તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને રોડની સાઇડમાં જે ચેમ્બરમાં મૂકવામાં આવી છે ત્યાં ઢાંકણ નવા મુકાવાને બદલે જુના ઢાંકણથી કામ ચલાવી લેવામાં આવ્યું હતું અને આ ઢાંકણ હાલ તૂટેલ હાલતમાં છે અને અસંખ્ય મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવતા પહેલા અગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ ગોધરા નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો અને પાલિકાના સત્તાધીશોને અવારનવાર રજુઆતો કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. પાવર હાઉસ વિસ્તારમાં આવેલા વાલ્મીકીવાસ, ઢોલીવાસ, તીરઘરવાસ, ડબગરવાસ, છકડાવાસ વગેરે જેવા અતિપછાત વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા નિયમિત રીતે સાફ-સફાઇ, દવાઓનો છંટકાવ, ફોગીંગ વગેરે જેવી કામગીરી હાલ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને હાલ આજ વિસ્તારમાં શરદી-ખાસી તાવ જેવી બીમારીઓએ ભરડો લીધો છે અને દવાખાનાઓ ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે એક બાદ એક વિવાદોમાં ઘેરાયેલી ગોધરા નગરપાલિકા પાવર હાઉસ વિસ્તારમાં આવેલ આર.સી.સી રોડના ચેમ્બરના તૂટેલા ઢાંકણનું સમારકામ કરવામા તેવી લોક માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી