ગોધરાના રામસાગર તળાવ પાસે આવેલ ઝુલેલાલ ઘાટ આગળ રણછોડજી મંદિર પાસે ગુસાંઈજીના મંદિરે દર્શન કરવા માટે નીકળેલ વયોવૃદ્ધ દંપતી પૈકી વૃધ્ધ પત્નીને બેફામ હંકારીને લઈ આવેલ ડમ્પર ચાલકે વૃધ્ધ પત્નીને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ પરિવારજનોમાં થતા મોતનું માતમ છવાઈ ગયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના યોગેશ્વર પાસે આવેલ બ્રહ્મ સોસાયટીમાં રહેતા સુરેન્દ્રકુમાર રસિકલાલ શાહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે આજરોજ પોતાના ઘરેથી ટીવીએસ સ્કુટી નં. જીજે 17 બીએફ 1958 લઇને રણછોડરાયજી મંદિરના સામે આવેલ ગુસાંઈજીના મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે અમે બન્ને દંપતી બગીચા રોડથી બાવાની મઢીથી સીધા રામસાગર તળાવ પાસે આવેલા ઝુલેલાલ ઘાટ તરફ જઈ રહ્યા હતા ત્યારે હોળી ચકલા પાસેથી બેફામ રીતે હંકારી લાવી રહેલ ડમ્પર નં. જીજે 17 જી 0834 ના ચાલકે અમારી ટીવીએસ સ્કુટી નં. જીજે 17 બીએફ 1958 ને સાથે ટક્કર મારતાં અમે બન્ને દંપતી રોડ ઉપર ફેંકાઈ ગયા હતા જેમાં અમારી ધર્મપત્ની કુંદનબેન શાહ ઉવ. 66 ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા ઘટના સ્થળ ઉપર પહોંચી મૃત્યુ પામેલા કુંદનબેન શાહને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. ગોધરા એ ડિવિઝન પોલીસ ફરાર ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ રાજુ સોલંકી