ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વજેસિંહ ચૌહાણ દ્વારા પંચમહાલ જિલ્લાની પાનમ સિંચાઈ યોજનાનું પાણી ગોધરા તાલૂકના ગામોને પહોંચાડવા મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરાઈ જેમા જણાવાયુ છે કે પંચમહાલ જિલ્લામાં પાનમ સિંચાઈ યોજના આવેલી છે અને હાલ સિંચાઈનું પાણી ચાલુ છે. પાનમ સિંચાઈ યોજના કમાન્ડ વિસ્તારના ખેડૂત પ્રતિનિધિઓ અને આ વિસ્તારની રામપુર જોડકાં, કલ્યાણા, ચાંચપુર, જોડકાં, વટલાવ, ભીમા, ધનોલ, ગોલી, ગવાસી, અસારડી વિગેરે ગામોના સરપંચો દ્વારા ડાંગરનો પાક સુકવતા હોઈ સિંચાઈનું પાણી આપવા રજુઆત છે.
રજુઆત મુજબ પાનમ યોજના કમાન્ડ વિસ્તારમાં ઉપરોક્ત ગામો આવેલા છે. ખેડૂતોએ ડાંગરની પાકની રોપણી કરેલ છે અને વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા રહેલી છે અને લાખોનું ડાંગરનો પાક પાણી બગડી જાય તેમ છે. હાલ પાનમ યોજનામાં ઉપરવાસમાં પાણી ચાલુ હોય ટેઇલ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચી તેવી વ્યવસ્થા કરવા સબંધિતને સૂચના થવા એપીએમસીના ચેરમેન દ્વારા એ રાજ્ય સરકારમાં રજુઆત કરેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી