ગોધરા,
ગોધરા ખાતેના ધોળાકુવા ખાતે આવેલી કૃષિ ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ દ્રારા ખાનગીકરણની નીતી સામે પંચમહાલ જીલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.મોટી સંખ્યામા વિધાર્થીઓ રેલી સ્વરૂપે બેનરો સાથે કલેકટર કચેરી પહોચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી કૃષિ
ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ આજે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ.આવેદન આપવા
વિદ્યાર્થીઓ રેલી સ્વરુપે પહોચ્યા હતા.”અને જય જવાન જય કિશાન”ના ” વી વોન્ટજસ્ટીસ”ના સુત્રોચ્ચાર અને બેનરો સાથે કૃષિકોલેજોમા ખાનગીકરણની નીતીનો વિરોધ કર્યો હતો. આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ.” ગુજરાત રાજયમા આવેલી ખાનગી યુનિ બીએસસી, અને કૃષિ કક્ષાના કોર્ષ ચલાવી રહી છે.જેને ભારતીય કૃષિ અનૂસંધાન પરિષદ દ્રારા માન્યતા પ્રાપ્ત થયેલ નથી.અને જે જોગવાઇનુ પાલન પણ થતુ નથી.જેમા વર્ગોની સુવિધા,સંશોધન માટે જમીન ઉપલબ્ધ નથી.તેમા ભણાવતા પ્રાધ્યાપક ગણ પાસે જરુરી લાયકાત પણ ધરાવતા નથી.જેમા સરકારના પરિપત્ર મુજબ અભ્યાસ માટે પરવાનગી મેળવવા સુચના આપેલી હતી,જેનો વિરોધ પણ થયો હતો,
આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કેઆવી અમાન્ય અને પાયાવિહોણી યુનિમાંથી સ્નાતક
થયેલા વિધાર્થીઓ ગુજરાતના ખેડુતોને કઈ રીતે મદદરુપ અને માર્ગદર્શન કરશે?આ વિદ્યાર્થીઓ
કૃષિ યુનિના અનૂસ્નાતક કોર્ષમા પ્રવેશની માંગણી કરે છે.જેની લીધે અનુસ્નાતક કોર્ષમા પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા ઉપર રોક લાગી છે.શિક્ષણનો સમય વેફડાવાથી ભાવી અધ્ધર તાલ છે.કૃષિ શિક્ષણમા ખાનગી કરણ થશે તો અત્યારે ઇજનેરી અને મેડીકલના વિદ્યાર્થીઓની જે હાલતછે.તેવી કૃષિ સંબધિત અભ્યાસ ક્રમની હાલત
થશે.આથી ખાનગીકરણ રોકવા માટે જણાવામા આવ્યુછે.
વિદ્યાર્થીની રેણુકા રાઠોડે જણાવ્યુકે” જો આ અમારી રજુઆતો નો ઉકેલ નહી આવે તો અમેં શાંતિપુર્વક વિરોધ ચાલુ રાખીશુ