ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા સંગઠન દિલ્હીની માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર ગોધરાની જિલ્લા સલાહકાર સમિતિ યુવા કાર્યક્રમની બેઠક જિલ્લા સેવાસદન-૧ ના સભાખંડમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા સલાહકાર સમિતિ યુવા કાર્યક્રમના સભ્યઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્રારા જિલ્લાના યુવાઓ માટે યુવાઓની પ્રવૃતિઓને વેગ આપવા માટે થનાર કાર્યક્રમોની માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી યોજાનાર કાર્યક્રમો માટે રચનાત્મક સુચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે કોવીડ રસીકરણ, નલ સે જલ, ફોરેસ્ટ વનધન કેન્દ્ર અને કેરીયર મેલા કાર્યક્રમોમાં યુવાઓને જોડવા સુચન કર્યું હતું.
આ બેઠકમાં નેહરુ યુવા કેન્દ્ર ગોધરાના જિલ્લા યુવા અધિકારીશ્રી વિઠ્લ અબાગીએ પંચમહાલ જિલ્લામાં નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્રારા જિલ્લામાં યુવાઓની પ્રવૃતિઓને વેગ આપવા થનાર કાર્યક્રમોની રૂપરેખા આપતાં જણાવ્યું હતુ કે ફોકસ એરિયા અને કોર પ્રોગ્રામ હેઠળ જિલ્લાના યુવાનોને આત્મનિર્ભર ભારત, કલીન વિલેજ ગ્રીન વિલેજ, જલ જાગરન અભિયાન, ફિટ ઇન્ડીયા મુમેન્ટ, કોવિડ-૧૯ અવેરનેસ પ્રોગ્રામ, સ્પોર્ટ મટીરીયલ અને યુથ કલબ, બ્લોક લેવલ યુથ મીટ તેમજ ડિસ્ટ્રીક લેવલે આર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જોડીને યુવા શકિતના વિકાસ અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી