Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : 75 માં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્ય પર સંત નિરંકારી મિશન દ્વારા ‘Oneness-Vann’ પરિયોજનાનો શુભારંભ કરાયો.

Share

ભારતના 75 માં સ્વતંત્રતાના ઉપલક્ષ્ય પર સંત નિરંકારી મિશન દ્વારા ‘અર્બન ટ્રી ક્લસ્ટર’ અભિયાનનું શુભારંભ કરવામાં આવ્યો, ‘વનનેસ-વન (Oneness-vann ) નામની આ પરીયોજનાને સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી સંપૂર્ણ ભારતના 22 રાજ્યોના 280 શહેરોમાં અંદાજે લગભગ 350 સ્થળો પર આયોજીત કરવામાં આવી રહ્યું છે. જેમાં લગભગ 1,50,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ભવિષ્યમાં આ સંખ્યામાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

દાહોદ જોનના જોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી એ જણાવ્યું કે ગુજરાતમાં 21 સ્થળો સહિત ગોધરાના “સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ” માં સંત નિરંકારી સેવા દળના તમામ ભાઈઓ અને બહેનોએ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું પાલન કરીને ૯૦ છોડના સમૂહને રોપીને આ જ શીખવ્યું કે, આવો! એક નવું “વન” બનાવ્યે- વૃક્ષોનું સમૂહ લગાવ્યે.

આ અભિયાનની શુભારંભ કરતા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું કે – પ્રાણવાયુ, જો આપણે આ વૃક્ષો માંથી પ્રાપ્ત થાય છે ધરતી પર આનું સંતુલન બનાવવા માટે આપણે સ્થળો સ્થળો પર વનોનું નિર્માણ કરવાનું આવશ્યક છે . જેનાથી અધિક માત્રામાં ઓક્સિજનનું નિર્માણ થશે અને તેટલી જ શુદ્ધ હવા પ્રાપ્ત થશે .જે પ્રકારે ‘ વનનેસ વન ‘નું સ્વરૂપ અનેકતામાં એકતાનું દ્રશ્ય પ્રસ્તુત કરે છે તે જ પ્રકારે માનવે પણ સમસ્ત ભેદભાવને ભૂલીને શાંતિ પૂર્ણ સહ – અસ્તિત્વના ભાવમાં રહીને સંસારને નિખારતા ચાલી જવાનું છે.

Advertisement

માતા સુદીક્ષાજીએ world seniour citizen’s day ની વાત કરતા ઉદાહરણ આપ્યું કે જે પ્રકારે મોટા, વડીલોના આશીર્વાદ આપના માટે અનિવાર્ય છે તેજ પ્રકારે વૃક્ષ પણ આપણા જીવનના માટે અત્યાધિક મહત્વપૂર્ણ છે. અહીં બધું વિદિત છે કે સંત નિરંકારી મિશન એક વિશ્વ સ્તરીય આધ્યાત્મિક મંચ છે જે બધામાં ઈશ્વર નિરંકારની ઉપસ્થિતના આધાર પર પ્રેમ, સહિષ્ણુતા અને એકતામાં સદ્રાવની વિચારધારામાં વિશ્વાસ રાખે છે. મિશન દ્વારા પર્યાવરણની સુરક્ષાને માટે નિયમિત કાર્ય કરવામાં આવી રહ્યા છે. સમય – સમય પર દેશભરમાં વૃક્ષારોપણ તેમજ તેમનું સંરક્ષણ, જળસંરક્ષણ, અપશિસ્ત પ્રબંધન અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જેવા અભિયાનોની પહલ કારવામાં આવી હતી. આ મહાન અભિયાન ચાલુ રહેશે, જેમાં સંત નિરંકારી મિશનના સેવાદાળોઓ તથા શ્રધ્ધાળુઓ ભક્તો મહત્વની ભૂમિકા રહશે. આ અભિયાનમાં સંત નિરંકારી મિશન સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટ, શૈક્ષણિક સંસ્થાઓ અને આર. ડબલ્યુ. એ. અન્ય લોકો પણ ભાગ લેશે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

સુરત : પતંગ ચગાવવા એક ધાબેથી બીજા પર જતી વેળા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

ProudOfGujarat

સુરતના નેચર પાર્કમાં ગરમીની શરૂઆત સાથે જ પ્રાણીઓ માટે ઠંડા પાણીના ફુવારા મુકાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બે દિવસ દરમિયાન ચાર નવા કોરોના કેસ સાથે કુલ આંક ૮૪ થી વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!