કાલોલ શહેરના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારોને પધરાવી દેવા માટે વહીવટી સત્તાધીશોના હેરાફેરી જેવા વહીવટી નિર્ણયોના પગલે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કાલોલ નગર પાલિકા દ્વારા બાંધકામ આવેલ પાણીની ટાંકી, સંપ અને કોમ્યુનિટી હોલ ધરાવતા સરકારી પડતર બ્લોક સર્વે નંબર ૧૦૮૨ ની જમીનમા કબજેદાર તૃષાબેન પરીખ બની ગયા છે અને તેઓની માલિકીનો બ્લોક સર્વે નંબર ૧૦૧૦ ને સરકારી પડતર જાહેર કરવાના રીસર્વેની માપણીમાં સર્વે નંબરોની અદલાબદલી કરી દેવાના આ ઇરાદાપૂર્વકની ગંભીર ભૂલો સામે ગોધરા સ્થિતિ ડી.એલ.આર. કચેરીના “આંખો બંધ રાખવાના વહીવટ” સાથે ગોધરા પ્રાંત કચેરી અને કાલોલ મામલતદાર કચેરી દ્વારા 33 વર્ષોથી કાનૂની લડતમાં અટવાયેલા આ પ્રકરણમાં માત્ર સાત દિવસોમાં આ જમીનના મૂળ વારસદારને જમીન પધરાવી દેવાના આ અસાધારણ જેવા વહીવટના કારણે કાલોલ નગરપાલિકા દ્વારા પ્રજાજનો માટે ઉભી કરેલ પીવાના પાણીની સુવિધાઓની આ મિલકતો અને કોમ્યુનિટી હોલ તૃષાબેન પરીખના માલિકી હકમાં આવી ગયું ત્યાં સુધી કાલોલ પાલિકામાં ચિફ ઓફિસર અને ભા.જ.પ.ના સત્તાધીશો ખરેખર અંધારામાં રહયા કે રાખવામાં આવ્યા આ સ્ફોટક ચર્ચાઓ કાલોલના પ્રજાજનો અને જિલ્લા વહીવટી તંત્રના મહેસૂલી કર્મચારીઓમાં પણ આ પ્રકરણ અતિ ગંભીર બન્યું છે.!! અને “લેન્ડ ગ્રેબીંગ એકટ” ની નજરો સાથે જો કાલોલના આ જમીન પ્રકરણ મા હેરાફેરી જેવા વહીવટ સામે તપાસ હાથ ધરવામાં આવે તો ચોકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ છે.!!
પંચમહાલ કલેકટરાય કચેરી અને પ્રજાજનોમાં બહુચર્ચિત બનેલા કાલોલના આ બે બ્લોક સર્વે નંબરોની હેરાફેરી ના આ પ્રકરણમાં જમીન માપણીના રી-સર્વેમાં ડી.એલ.ઓર કચેરીની ઇરાદાપૂર્વક ઉભી કરવામાં આવેલ આ ભુલનો સહારો લઇને અગર તો આધાર બનાવીને જે વિવાદિત જમીનમાં ગોધરા પ્રાંત કચેરી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં લેંટસૅ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી અને આ અંગેની સુનાવણીઓ બાકી છે આ ગુજરાત હાઇકોર્ટના આદેશની રાહ જોયા વગર ગોધરા પ્રાંત અધિકારીએ ગણત કેસ નંબર ૧૮/૮૪ મા કૃષિપંચ અને મામલતદાર હાલોલ જે તારીખ ૨૦-૬-૮૭ મા હૂકમ કર્યો હતો આ હૂકમમા હાલોલના બદલે કાલોલ કરીને 33 વર્ષોથી આ જમીનના રેકોર્ડમાં થયેલા ફેરફારોને નજર અંદાજ કરીને મૂળ માલિકના વારસદારોએ કરેલ અપીલ સંદર્ભમાં કરેલા બે હૂકમોની રિમાન્ડ અરજીના આધારે કાલોલ મામલતદાર દ્વારા કૃષિ પંચ અને અધિક મામલતદાર કાલોલના તારીખ ૨૦-૬-૧૯૮૭ નો નિર્ણય રદ કરવાના ટાઈપોગ્રાફીકલ મિસ્ટેકના કારણે શરત ચૂકથી રહી જવા પામ્યો હોવાની નોધ સાથે ગોધરા પ્રાંત અધિકારીના હુકમોના અમલમાં સરકારી પડતર તરીકે ઉભી કરાયેલ બોલ્ક સર્વે નંબર ૧૦૧૦ ની જમીન માલિક કુબેરભાઈના નામે કરવાનો હુકમ કર્યો હતો.!!
પંચમહાલ રાજુ સોલંકી