પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ ગોધરામાં યુનો દ્વારા ઘોષિત 9 મી ઓગષ્ટ – “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના ભાગરૂપે તારીખ 11-12 ઓગષ્ટ દરમિયાન નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ ઓનલાઈન કિવઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ૩૫, વકૃત્વ સ્પર્ધામાં ૨૬, મહેંદી સ્પર્ધામાં ૧૦, રંગોળી સ્પર્ધામાં ૩૦ અને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ૧૦૫ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને આદિવાસીઓનો ઐતિહાસિક વારસો, તેમની લોકસંસ્કૃતિ, જીવન અને સમસ્યાઓ સંબંધિત વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં કોલેજના આર્ટ્સ અને સાયન્સ વિભાગના અધ્યાપકો હેમુભાઈ ગઢવી, પ્રતિકભાઈ શ્રીમાળી, ઋત્વિબેન શાહ, ભૂમિકાબેન જોષી તથા ડૉ, મહેશ ચૌહાણે નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બેલાબેન શ્રીમાળી અને સ્નેહલબેન પ્રજાપતિ બાહ્ય નિર્ણયકો તરીકેની ભૂમિકા ભજવી હતી. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કોલેજના વહીવટી સ્ટાફ અનિલભાઈ ચૌધરી અને જિગ્નેશભાઈ બારીઆની ભૂમિકા મહત્વની રહી હતી. કાર્યક્રમનુ સંચાલન કોલેજના પ્રિન્સિપાલ વિનોદભાઇ પટેલીયા અને કાર્તિકભાઈ પ્રજાપતિએ કર્યું હતું. કોલેજના પ્રમુખ ડૉ.જે.બી.પટેલે કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી