ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના વડપણ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથથી સૌનો વિકાસના અને સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ઠેરઠેર જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઉજવણી થઈ રહી છે અને તમામ જિલ્લાઓમાં સમાવેશ તાલુકાઓને વિકાસના કામો કરી વેગવંત બનાવ્યું છે ત્યારે ગોધરા નગરપાલિકાના હદમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં આર.સી.સી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ મહત્ત્વની વાત એ છે કે અમુક સોસાયટીમાં પાલિકા તંત્ર દ્વારા આડેધડ ખોદકામ કરી સોસાયટીના રહીશોને મુશ્કેલીઓમાં મૂક્યા છે.
જેમાંની એક સોસાયટી ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ સોમનાથ નગર સોસાયટીમાં આજથી દોઢ માસ પહેલા આર.સી.સી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં મુખ્ય માર્ગો ઉપર આડેધડ ખોદકામ કરી પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાંખવામાં આવી હતી. જેમાં સોસાયટીના રહીશોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક ચુંટાયેલા સભ્યો અને નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોને આ બાબતે રજુઆત કરી કે સોમનાથ નગર સોસાયટીમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગયેલ છે પરંતુ પાલિકામાં બેઠેલ સત્તાધીશો અને સ્થાનિક ચુંટાયેલા સભ્યો આંખ આડા કાન કરી રહ્યા છે પરિણામે પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ સોમનાથ નગર સોસાયટીમાં આજથી દોઢ માસ પહેલા આર.સી.સી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આડેધડ મુખ્ય માર્ગો ઉપર ખોદકામ કરવાથી પીવાના પાણીની પાઈપલાઈન તોડી નાંખી હતી અને સમારકામ કર્યા વગર આર.સી.સી રોડ બનાવી દીધો હતો
જેના પરિણામે સોસાયટીના રહીશોને રોડ બન્યાથી આજદિન સુધી પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે અને પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. આથી સોસાયટીના રહીશોની માંગ છે કે પાલિકામાં બેઠેલા સત્તાધીશો અને સ્થાનિક ચુંટાયેલા સભ્યોઆ વિસ્તારની મુલાકાત લઈ યોગ્ય નિર્ણય લઈ પાણીના પાણી વિકટ સમસ્યા દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.
Advertisement