Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા બી ડીવીઝન પોલીસે પશુઓને કતલ કરવાના ઇરાદે લઇ જતા બે ઈસમોને ઝડપી પાડયા.

Share

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કતલ કરવાના ઇરાદે લઈ જવાના ચાર જેટલા પશુઓને બચાવીને બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.એચ.એન. પટેલને બાતમી મળી હતી કે એક ટાટા કલરની ગાડી જેમાં કતલ કરવાના ઇરાદે ભેંસો ભરીને ટીમ્બા પાટીયાથી ગોધરા તરફ આવનાર છે. આથી પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ હાથ ધરતા ગાડીમાં કુરપૂર્વક બાંધી રાખેલી બે ભેંસો મળી આવી હતી અને ગાડીના ચાલક ઈરફાન ઈબ્રાહીમ રજાક મન્સૂરીને ઝડપી પાડ્યો હતો. ગોધરા લીલેસરા બાયપાસ ચોકડી પાસે એક ઇસમ બે ગૌવંશ દોરીને આવતો હતો. પોલીસની ગાડી જોઈને તે ભાગવા જતા પોલીસે એમનો પીછો કરી તેને પકડી લીધો હતો અને તે કતલ કરવાના ઇરાદેથી લઈ જતો હોય આરોપી પ્રવીણભાઈ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કૌભાંડ કેસમાં દોષિત જાહેર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાત વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!