Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એમજીવીસીએલ ના કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા.

Share

ગોધરા એમજીવીસીએલ કચેરી ખાતે વિજ વિભાગના ખાનગી કરણના મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા હતો, ઓફીસના ગેટ પાસે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. દેશમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ – 2003 ના સુધારા બિલ 2021 ના વિરોધમાં અને નેશનલ કોઓડીનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયસના આદેશ અનુસાર આજરોજ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ખાનગીકરણ ઈલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં ઓફિસના દરવાજા પાસે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.

ગોધરા એમજીવીસીએલના કર્મચારી દ્વારા વીજતંત્રમાં દિનપ્રતિદિન ખાનગીકરણનું દૂષણના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને ખાનગીકરણના દૂષણોને ડામી દેવાના અવાજને બુલંદ બનાવવા માટે આજરોજ ગોધરા એમજીવીસીએલ ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના જનરલ સેક્રેટરી પી.આર.રાઠોડના અધ્યક્ષ સ્થાને ખાનગીકરણ ઈલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અન્યાય વિરુદ્ધ એક જ અવાજ ખાનગીકરણ બંધ કરો. ગુંડારાજ આયેગા ભારે વીજ બીલ વસુલા જાયેગા ખાનગીકરણનું એક જ ધ્યેય નફા માટે મોંધી વીજળી જેવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લુવારા પાટીયા પાસે ટોયટા ગાડી અને ડમ્ફર વચ્ચે અક્સ્માત થતા પાંચ વ્યક્તિઓને ઈજા…

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ હેઠળ શાળાઓ હોટલો અને હોસ્પિટલ નું સર્વે કરાયું સરદાર પટેલ હોસ્પિટલ પ્રથમ

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!