Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિકાસ દિવસ નિમિત્તે ગોધરા ખાતે જિ. પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો..

Share

૧૦૦ ટકા રસીકરણની સિદ્ધિ મેળવનારા ૨૧ ગામના સરપંચશ્રીઓનું અને કોરોનાકાળ દરમિયાન ઉદાહરણીય કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું મહાનુભાવોના હસ્તે બહુમાન*
પંચમહાલ રાજુ સોલંકી સરદારનગર ખંડ, ગોધરા ખાતે વિકાસ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લામાં ૩ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ-૧૯ની શરૂઆતથી જ પોતાના જાનના જોખમે ફરજ બજાવનાર ડોકટર્સ- નર્સિંગ સ્ટાફ, સ્પોર્ટ સ્ટાફ સહિતના તમામ આરોગ્ય કર્મચારીઓ વંદનને પાત્ર છે. કટોકટીની પરિસ્થિતિમાં ઘણીવાર ગેર વર્તન થવા છતાં જે પ્રકારે કામગીરી પ્રથમ અને બીજી લહેર દરમિયાન તેમણે દાખવી છે તે ઉદાહરણરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્રના ઉત્તમ આયોજનના પરિણામે દ્વિતિય લહેર દરમિયાન પણ પંચમહાલ જિલ્લામાં ઓક્સિજનની યોગ્ય વ્યવસ્થા હતી અને જો ત્રીજી લહેર આવે તો તેને ધ્યાનમાં રાખીને આજે વધુ 3 પીએસએ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં કોરોના મહામારી દરમિયાન જિલ્લામાં કોરોના વોરિયર્સ દરમિયાન કરાયેલી કામગીરીની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે જ્યારે પોતાના ઘરના લોકો પણ સંક્રમિત દર્દીને સ્પર્શતા ડરતા હતા ત્યારે આ આરોગ્યકર્મીઓએ પોતાના પ્રાણ કરતા વધુ મહત્વ દર્દીઓની સેવાને આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૦૦ ટકા રસીકરણ કરનાર ૨૧ ગામોના સરપંચશ્રીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા ૨૪ જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, હેલ્થ સુપરવાઇઝર, લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માશિષ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ મહાનુભાવોએ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેના પ્લાન્ટનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. ગોધરા, સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ LPM અને ૧૬૭ LPM એમ બે પ્લાન્ટ તેમજ જાબુંઘોડા CHC ખાતે ૧૬૭ LPM નો એક પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સીએચસી ગોઠડા અને તાજપુરા ખાતે પણ પીએસએ પ્લાન્ટની સુવિધા છે. આ પ્રસંગે ગોધરા ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજી, કાલોલના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી પરમાર, જિલ્લા મુખ્ય તબીબી અધિકારીશ્રી મોના પંડ્યા સહિતના વરિષ્ઠ અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપથનું નામ બદલવા પર રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ નેતાએ કર્યું સમર્થન.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પેહલા મોદી ગો બેક મોદી ગો બેક ના નારા સાથે વિરોધ કરી રહેલા ડો.પ્રફુલ્લ વસાવા સહિત દેખાવકારોની ધરપકડ

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતાં ખેડૂતોમાં આક્રોશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!