સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામે ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરીની શરૂઆત કરાવીને સેગ્રીગેશન શેડનું લોકાર્પણ કરીને કચરાના વર્ગીકરણ સાથે પ્લાસ્ટિકને અલગ કરવાની કામગીરીનો શુભારંભ સહીત વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સેગ્રીગેશન શેડનું લોકાર્પણ અરવિંદસિંહ બી. પરમાર, જિલ્લા પંચાયતના દંડક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંગે ઉપસ્થિત રહેલ તમામ લોકોને માહિતગાર કરી ઘન કચરા અંગે જનજાગૃતિ લાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ ડે.સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement