ગોધરા રેડક્રોસ સોસાયટી ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા તેમજ 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના સંયુક્ત ઉપક્રમે અને કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશની માટે પોતાનું બલિદાન આપનારા વીર જવાનોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે આવેલ રેડક્રોસ સોસાયટીમાં જિલ્લાના સમાહર્તા સુજલ મયાત્રાની ઉપસ્થિતમાં 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના કમાન્ડિંગ ઓફિસર કિરીટ નાયરના અધ્યક્ષસ્થાને તથા કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશની માટે પોતાનું બલિદાન આપનારા વીર જવાનોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના લેફ્ટન અને શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર જી વી જોગરાણા એ આવેલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના કમાન્ડિંગ ઓફિસર કિરીટ નાયરએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કારગીલ યુદ્ધમાં પોતાની જાન ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધમાં ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો હતો અને કારગીલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
ત્યારબાદ પંચમહાલ જિલ્લાના કલેકટર સુજલ મયાત્રા એ પોતાના વક્તવ્યમાં કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપી હતી અને એનસીસી કેડેટને અભિવાદન કર્યું હતું અને એનસીસીના બે મહત્વના મુદ્દા વિશે જેમાં વિવિધતામાં એકતા અને દેશની સુરક્ષા અને સેવાને સમજીને આપ સૌ કેડેટ ઉપસ્થિત રહ્યા અને આજે તમે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ રકતદાન કર્યું અને આપે કરેલ રક્તદાન ભારતના કયા ખૂણે જશે અને ક્યાં વપરાશે તે આપણને ખબર નથી પરંતુ તમારા રક્તથી કોઈની જીંદગી બચશે એ માટે તમારા દ્વારા વિવિધતામાં એકતા નું કાર્ય કર્યું ગણાશે. આ ઉપરાંત જિલ્લા કલેકટરએ કહ્યું હતું કે પહેલાના જમાનામાં એક જ વ્યક્તિનું રક્ત એક જ વ્યક્તિને જીવતદાન આપી શકતું હતું પરંતુ આજના સમયમાં તમારૂ એક જનું રક્ત સાતથી આઠ વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે અંતમાં જિલ્લાના કલેકટર સુજલ મયાત્રાએ 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના કમાન્ડિંગ ઓફિસર કિરીટ નાયરનું કેડેટ પ્રત્યેની લાગણી ઓને વખાણ કરી પ્રશંસા કરી હતી. આ ઉપરાંત 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરા કેડેટસે કારગીલ યુદ્ધના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શુભેચ્છા કાર્ડ તૈયાર કર્યા હતા કારગીલ કે વીરો કો ગુજરાત કા આભારના ભાગરૂપે લગભગ 1100 ઉત્તમકાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા અને દેશના સૈનિકોને પહોંચાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં 30 ગુજરાત એનસીસી બટાલિયન ગોધરાના અંડર કમાન્ડિંગ ઓફિસર એસ બી સસલાતી, સૂબેદાર મેજર ગુરુમુખસિંહ લેફટન
જી.વી. જોગરાણા એનસીસી પીઆઈ સ્ટાફ રેડક્રોસ સોસાયટીના રિટાયર મેડીકલ ઓફિસર આર કે ચૌહાણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 1999 માં ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું આ યુદ્ધને ભારતીય સૈન્યની વીરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે ભારતીય સૈન્ય એ 26 જુલાઈ 1999 ના દિવસે કાશ્મીરના કારગીલ જિલ્લામાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કબજો જમાવી દીધો હતો ત્યારે ભારતીય સૈન્યએ ઓપરેશન વિજય ચલાવ્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ 8 મે થી 26 જુલાઈ 1999 સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં ભારતના 550 સૈનિકો શહીદ થયા હતા અને 1400 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. આ ઓપરેશન વિજયની સફળતા બાદ આ દિવસને વિજય દિવસ નામ આપવામાં આવ્યું હતું, દુનિયાના ઈતિહાસમાં કારગીલ યુદ્ધ સૌથી ઊંચાઈ પર થનારી યુદ્ધની ઘટનાઓમા એક છે.
પંચમહાલ રાજુ સોલંકી