Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજય સોની ભાજપમાં જોડાતા ભાજપે વિધિવત સ્વાગત કર્યુ.

Share

પંચમહાલ જીલ્લાની ગોધરાની નગરપાલિકામા ભાજપે ફરી અપસેટ સર્જ્યો છે. જેમા અપક્ષોને પરાસ્ત કરવામા સફળ રહેલી ભાજપની સંપુર્ણ સત્તા હાંસલ કરી છે. પાલિકા પ્રમુખ સંજય સોની ભાજપમા જોડાઈ જતા ભારે ચર્ચા પણ જાગી હતી.

થોડા મહિનાઓ અપક્ષોએ ગોધરા નગરપાલિકામાં સત્તા હાંસલ કરી હતી. થોડા દિવસો અગાઉ નગરપાલિકાની તમામ સમિતિ પર ભાજપે કબજો મેળવ્યો હતી. આજે અપક્ષમાંથી જીત મેળવી પ્રમુખ બનેલ અપક્ષના સંજય સોનીએ આજે ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા. સંજય સોનીના ભાજપમાં જોડાવાથી હવે ગોધરા નગરપાલિકામાં સંપૂર્ણ સત્તા ભાજપે હાંસલ કરી હતી.

ગોધરા નગરપાલિકાની યોજાયેલ જનરલ મીટીંગમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા પાલિકાના કામોમાં આવતી ફરિયાદના અનુસંધાને પ્રજાના કામો કરવા માટે હંમેશા તત્પર એવા પ્રજાલક્ષી અભિગમ રાખીને ૧૯ જેટલી કમીટીમાં ભાજપના સભ્યો અને ચેરમેન પદ અપાવવામાં સફળતા મળી હતી આજે અપક્ષમાથી વિજેતા બનેલ અને પ્રમુખ બનેલ સંજય સોની પણ ભાજપમા જોડાતા ભાજપે ફરી ગોધરા નગર પાલિકામા કબજો મેળવ્યો છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડ ધારકો પૈકી કેટલા લોકો તેને યોગ્ય? જેમના નામ બીપીએલ યાદીમાં નથી તેવા પણ ઘણા લોકો પાસે બીપીએલ રેશનકાર્ડ હોવાની બુમ.

ProudOfGujarat

વિશ્વ મહિલા દિવસની ઉજવણી…આ દિવસ ઉજવવા પાછળનો હેતુ

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ભારતી આક્સા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના સામાન્ય વીમા વ્યવસાયના હસ્તગત માટે અંતિમ મંજૂરી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!